હવામાન વિભાગે સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 અને 8 તારીખે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપી દેવામાં આવી છે.
5 તારીખે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવ ભૂમિ દ્વારકા, જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 તારીખે અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 તારીખે સૂરત, નવસારી, અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું આગાહી કરવામાં આવી છે. ખાસ આ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.