khissu

હાઇકોર્ટ: ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતાં 2 થી 3 દિવસનું વિકેંડ કરફ્યુ જરૂરી, વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતની અંદર બાજની ગતિએ કોરોના કેસો વધી રહ્યા છે. ફરી વાર પ્રજાથી લઈને સરકારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વડોદરા, અમદાવાદ, સુરત વગેરે મોટા શહેરોમાં ચિંતાનો માહોલ સર્જાય ચૂક્યો છે. એટલામાં વિજયભાઈ રૂપાણી સુરત શહેરની મુલાકાતે પંહોંચી ગયા હતા. જેમાં સુરતમાં વધી રહેલા કોરોના કેસોને લઈને સમીક્ષા કરી હતી.

૨૪ કલાકમાં ગુજરાતમાં 2500 થી વધુ કેસો આવી રહ્યા છે, ત્યારે વિજયભાઈ રૂપાણીએ મિટિંગમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ થી લોકોને ગભરાવાની જરૂર નથી. અત્યારે કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી કોરોના કેસ વધશે, પરંતુ લોકોએ સાવધાન રહેવું જોઈશે.

કોરોના સંક્રમણ વધવાને કારણે હાઇકોર્ટે નિર્દેશો આપ્યા છે.
જેમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોના ના નવા કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉન ની જરૂર પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ સિવાય રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવાનો આદેશ કર્યો છે.

હાઇકોર્ટે ક્યાં નિર્દેશો કર્યા ?
1. જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
2. રાજકીય મેળા બંધ કરાવવા આદેશ
3. કોરોનાની ચેઇન તોડવી જરૂરી
4. કોરોના ને રોકવા કડક પગલાં જરૂરી
5. અત્યારની સ્થિતિ જોતાં કરફ્યુ ની જરૂર
6. કોરોના ની સ્થિતિ બેકાબૂ બની રહી છે 
7. ગુજરાતમાં કોવીડ ના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
8. સરકાર વિકેન્ડ કરફ્યુ બાબતે નિર્ણય લે 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3160 કેસ કોરોના ના નોંધાયા છે. 2028 જેટલા દર્દીઓ સારવાર લઈ છૂટા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે અને આજે કુલ 15 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. આમ, મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધતો જાય છે જેથી હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે કે ગુજરાતમાં 2-3 દિવસનું વિકેંડ કરફ્યુ જરૂરી છે તેવા સંકેતો આપ્યા હતા.