લો બોલો, શોખીન હીનાબેનને તો એપ્પલનો જ ફોન જોવે, જીગ્નેશદાદા એ શું કીધું ?

લો બોલો, શોખીન હીનાબેનને તો એપ્પલનો જ ફોન જોવે, જીગ્નેશદાદા એ શું કીધું ?

આજ કાલ હીનાબેન ની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયામાં હાસ્યભર્યા મિમ અને જોક્સ શેર કરે છે. હીનાનો આઈફોન નો શોખ નો ઓડીઓ પણ વાઇરલ થયો હતો જે પછી લોકોએ ખૂબ મજાક ઉડાવી હતી.


વાત એમ છે કે, હિના નામની યુવતીની ધ્રુવલ નામના યુવક સાથે સગાઈ થઈ ચૂકી હતી. ધ્રુવલે હીનાને ગિફ્ટમાં MI કંપનીનો ફોન આપ્યો હતો જેથી હીનાએ Mi નો ફોન ની ના પાડી આઈફોન ની ડિમાન્ડ કરી હતી જેથી હિના અને ધ્રુવલની સગાઈ તૂટી ગઈ.


આ વાતને લઈ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જેમાં એક યુવકે હીનની મસ્કરી કરતા લખ્યું કે, મારે આઈફોન વાળા સાથે પરણવું તું આ ચાઇના વાળો ભટકાઈ ગયો.


હીનાની બેનનો વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ ફરી રહ્યો છે જેમાં તે પોતાની બેન હિના શોખીન હોવાનું કહે છે અને MI નો ફોન સાવ હલકો કહેવાય જેનાથી હીનાની બહેનપણીઓ સામે નીચું જોવું થાય.વધુમાં તેણે કહ્યું હતું જે તમે માણસો તો સારા છો પણ હિના શોખીન છે આવી બાબતમાં થોડું ધ્યાન રાખજો એને નીચું જોવું ના થાય.


આ બાબત આપણા લોકજાણીતા કથાકાર એવા જીજ્ઞેશદાદા સુધી પણ પહોંચી જેમાં દાદાએ કહ્યું કે માત્ર MI ના ફોન ને લીધે સગાઈ તૂટી, આપણી આ ધરતી માં જ્યારે શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે એ ધરતી પર આવી ઘટના શરમજનક કહેવાય. દાદાએ વધુમાં કહ્યું કે મને આ સંવાદમાં સૌથી વધુ વાત ગમી હોય તો તે છોકરાના માતાની છે જેમાં ધ્રુવલની માતા એ કહ્યું કે, હવે આ સંબંધ અહીંથી રોકી દેવો છે અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હીનાની બધ્ધિ તમન્ના પુરી થાય તેવું સાસરું મળે.