khissu

મોંઘવારીનો વધુ એક માર! હવે તો સામાન્ય માણસને સ્નાન કરવું અને કપડા ધોવા પણ મોંઘા પડશે, HUL એ કર્યો આટલો વધારો..

 મોંઘવારીનાં આ યુગમાં સમાન્ય માણસને સ્નાન કરવું અને કપડાં ધોવા એ પણ મોંઘા થઈ ગયા છે. માર્કેટ વેલ્યુએશન દ્વારા દેશની સૌથી મોટી લિસ્ટેડ ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની (FMCG) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ દ્વારા ડિટર્જન્ટની કિંમતમાં 3.5 નો વધારો કર્યો છે.

કેટલાક એફએમસીજી સ્ટોકિસ્ટ અને ડીલરોએ જણાવ્યું છે કે મોટાભાગની ડિટરજન્ટ વેરાયટીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ મહત્તમ ભાવ વધારો હાઇ-એન્ડ કેટેગરી સર્ફ એક્સેલમાં કરવામાં આવ્યો છે.

HUL ની પ્રોડક્ટસમાં કેટલો વધારો કરવામાં આવ્યો ?:- HUL એ સર્ફ એક્સેલ ઇઝી વોશ માં  3kg પેકની કિંમત 10 ટકા વધારીને 330 રૂપિયા અને તેના 1 કિલોના પેકના ભાવમાં 9 ટકાનો વધારો કરીને 109 રૂપિયા કર્યો છે.  એ જ રીતે, સર્ફ એક્સેલ ક્વિક વોશ 1kg પેકની કિંમત 11% વધીને રૂ .200 થઈ ગઈ છે.

કંપનીએ રીન ડિટર્જન્ટ પાવડરના 1 કિલોના પેકની કિંમત 8 ટકા વધારીને 70 રૂપિયા કરી દીધી છે, જ્યારે 1 કિલો પેક ઓફ વ્હીલની કિંમત 3.5 ટકા વધારીને 57 રૂપિયા કરવામાં આવી છે. વિમ બાર 300g ની નવી કિંમત હવે રૂ .22 છે, જે અગાઉ રૂ .20 માં મળતી હતી.

કંપનીએ ગ્રામીણ વિસ્તારોમાં વેચાતા સસ્તા ડિટર્જન્ટના ભાવમાં પણ વધારો કર્યો છે. કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ઉલ્લાસ કામથે જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો થવાને કારણે જ્યોતિ લેબ્સને ઓપરેટિંગ માર્જિનમાં નુકસાન થઈ શકે છે.

સાબુ બનાવવા માટે પામ તેલનો ઉપયોગ થાય છે જે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાંથી પામતેલની આયાત કરવામાં આવે છે. ભારત તેની કુલ આયાત માંથી 70% પામતેલ ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે અને મલેશિયા પાસેથી 30% પામતેલ ખરીદે છે.