આજે ૨૬ મી જાન્યુઆરી ના ગણતંત્ર દિવસ પર દર બરશે દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવે છે અને રાજપથ માર્ગ પર ભારતીય સૈનિકો દ્વારા પરેડ કરવામાં આવે છે જેમાં ત્રણેય દળો નેવી, આર્મી અને એરફોર્સ નો સમાવેશ થાય છે.
આ વખતે ૭૨ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રથમવાર મહિલા ફાઇટરપાઇલટ ભાવનકાન્ત પરેડમાં જોડાઈ હતી. આજ ભાવનાકાન્ત કે જેણે સૌપ્રથમવાર મહિલા તરીકે લડાકુ વિમાન મિગ-૨૧ ઉડાવ્યું હતું. હાલ ભાવનાકાન્ત રાજસ્થાન એરબેઝ પર ડ્યુટી નિભાવી રહ્યા છે અને આ વખતે ૭૨માં ગણતંત્ર દિવસે પહેલીવાર એવું બન્યું જેમાં કોઈ મહિલા પાઇલટ શામેલ હોય.
ભાવનાકાંત કે જે બિહારના રહેવાસી છે તેનો જન્મ બેગુસરાય ખાતે થયો હતો અને તેણે બરૂની રિફાઈનરી ડીએવી પબ્લિક અને એન્જિનિરિંગ થી બેગલુરૂની બીએમએસ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બાળપણથી જ પાયલટ બનવા માંગતા હતા અને વર્ષ ૨૦૧૮માં એકલા લડાકુ વિમાન ઉડાવીને મહિલા પાયલટ તરીકે ઇતિહાસ રચ્યો હતો.