khissu

IPL શરૂ થતાં પહેલા જ હૈદરાબાદ ટીમને જટકો: આ સ્ટાર ખેલાડી થયો IPL માંથી બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની 14 મી સીઝનની ગણતરીના જ દિવસો રહી ગયા છે. પરંતુ આ પહેલા જ ૨૦૧૬ની વિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો જટકો લાગ્યો છે.  હૈદરાબાદ ટીમ આઈપીએલ 2021 (IPL 2021) ની શરૂઆત કરતાં પહેલા જ ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ (Mitchel Marsh) તેમની ટીમમાંથી બહાર નિકળી ગયો છે. 

માર્શ બાયો-બબલ (Bio-Bubble) માં રહેવા માંગતો નથી.

Cricbuzz ના જણાવ્યા અનુસાર, મિશેલ માર્શે આ વર્ષે આઈપીએલમાં ભાગ ન લેવાનું કારણ જણાવતા કહ્યું કે તે લાંબા સમય સુધી બાયો બબલ (Bio-Bubble) માં રહી શકતો નથી. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે બાયો-બબલ (Bio-Bubble) ને ક્રિકેટમાં લાવવામાં આવ્યુ છે.

બાયો બબલ (Bio-Bubble) શું છે?

કોરોનાવાયરસ રોગચાળાના જોખમને ધ્યાનમાં રાખીને  ટીમના તમામ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓ માટે એક વિશેષ ક્ષેત્ર તૈયાર કરવામાં આવે છે, તેને 'બાયો બબલ' (Bio-Bubble) કહેવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈ બહારના વ્યક્તિનો સંપર્ક થતો નથી.

ગયા વર્ષે પણ માર્શ આઉટ થયો હતો

આઈપીએલમાં આ પહેલીવાર નથી કે જ્યારે મિચેલ માર્શ આઈપીએલમાંથી બહાર નીકળી ગયો હોય, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઈપીએલ 2020 (IPL 2020) ની શરૂઆતની મેચ દરમિયાન મિચેલ માર્શ (Mitchel Marsh) ને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને આખી લીગમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ આ વર્ષે તેમની આઈપીએલ સીઝન 11 એપ્રિલથી શરૂ કરશે. હૈદરાબાદે પોતાની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) નો સામનો કરવો પડશે.

હૈદરાબાદ ટીમમાં મિચેલ માર્શની જગ્યાએ જેસન રોયની એન્ટ્રી

હૈદરાબાદે મિચેલ માર્શની જગ્યાએ  ઇંગ્લેન્ડના સૌથી ઝડપી ઓપનિંગ બેટ્સમેન જેસન રોય (Jason Roy) ને તેમની ટીમમાં શામેલ કર્યો છે.  તમને જણાવી દઈએ કે જેસન રોયને આ વર્ષની મીની હરાજીમાં કોઈ પણ ટીમે ખરીદ્યો ન હતો.