નવા વર્ષે આ 31 લાખથી વધુ કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ

નવા વર્ષે આ 31 લાખથી વધુ કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ

શું તમે સરકારી કર્મચારી છો? તો તમારા માટે એક રાહતના સમાચાર છે. હવે 31 લાખથી વધુ કર્મચારીઓના આવાસ ભથ્થા (HRA)માં વધારો થઈ શકે છે. જી હાં, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ બાબતે જાહેરાત કરવાની છે. હાલમાં સૂત્રો મુજબ એ જાણવા મળ્યું છે કે મોંઘવારી ભથ્થું (DA) વધાર્યા બાદ હવે કર્મચારીઓના HRAમાં પણ વધારો થઈ શકે છે.

કેટલો થશે HRA દર
વર્તમાનમાં તો કેન્દ્રીય કર્મચારીઓને શ્રેણીના આધારે 9 ટકા, 18 ટકા અને 27 ટકાના દરે HRA મળે છે. ઉલ્લેખનીય છે કે સરકાર આ ભથ્થાને 3 ટકા સુધી વધારી શકે છે. આ 3 ટકા સુધીના વધારા બાદ HRA દરો 10 ટકા, 20 ટકા અને 30 ટકા થશે. આ રીતે, કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ HRA ફરીથી 10 ટકા સુધી પહોંચી જશે.

કેન્દ્ર સરકારના સિવિલ કર્મચારીઓને ફાયદો થશે
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈને કહ્યું કે જો HRA વધારવાનો નિર્ણય લેવામાં આવશે તો તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. આ નિર્ણયની ડિફેન્સ સેક્ટરના કર્મચારીઓને અસર નહીં થાય, કારણ કે તેમના માટે પગારથી લઈને ભથ્થા સુધીની અલગ વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 38 લાખ પોસ્ટ છે, જેમાંથી હાલમાં 31.1 લાખ લોકોની નિમણૂક કરવામાં આવી છે. તેથી જો સરકાર HRA વધારશે તો આ 31.1 લાખ લોકોને તેનો ફાયદો થશે.

HRA વધારવા અંગે શું છે ભલામણ
જો કે, HRA વધારવાનું ગણિત એટલું સરળ નથી. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર, HRA સ્લેબને 30 ટકા, 20 ટકા અને 10 ટકાને બદલે 24થી ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યો હતો. પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને બે તબક્કામાં વધારી શકાય છે. પહેલીવાર જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા થાય છે, તો 9-27 ટકાના સ્લેબમાં HRA 1 થી 3 ટકા સુધી વધારી શકાય છે. આ પછી જ્યારે મોંઘવારી ભથ્થું 100 ટકા થઈ જશે તો બીજા તબક્કામાં HRA વધારી શકાય છે.

સરકાર ડીએમાં આટલો વધારો કરી શકે છે
જો કે, ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે HRAમાં ફેરફાર માટે ડીએનું સ્તર 25 ટકા અને 50 ટકા નક્કી કર્યું છે. ગયા વર્ષે જુલાઈમાં સરકારે ડીએ વધારીને 28 ટકા કર્યો હતો. તે 25 ટકાને વટાવી ગયો હોવાથી, HRA પણ વધારવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર, સરકાર DAમાં 34 ટકાનો વધારો કરવા જઈ રહી છે. જો આમ થશે તો તે 50 ટકાને વટાવી જશે અને બીજી વખત HRA વધારવાનો રસ્તો સાફ થઈ જશે.