આધાર એ એક "ડિજિટલ ઇન્ડિયા" ની પહેલનો એક ભાગ છે જે અનેક સેવા લાભો, અનેક સામાજિક લાભો અને તેનાથી સંબંધિત સબસિડી આપે છે. આધાર કાર્ડ સમગ્ર દેશમાં ભારતીય નાગરિકો માટે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાતો સામાન્ય દસ્તાવેજ છે.
આધાર કાર્ડ ફરીથી મેળવવા માટે, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP જરૂરી છે. પરંતુ હવે મોબાઈલ નથી તો પછી OTP કેવી રીતે મેળવવો? એવામાં તમે તમારા ચહેરાની મદદથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આધાર કાર્ડ એજન્સી UIDAI એ નવી સેવા શરૂ કરી છે. જો તમારું આધાર કાર્ડ બનાવતી વખતે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર ન થયો હોય. તો હવે તમારો ચહેરો બતાવીને તમે સરળતાથી મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ એક રસ્તો છે: જો તમારી પાસે કેમેરાની સુવિધા નથી, તો તમે UIDAI ની બીજી સુવિધાનો લાભ લઈ શકો છો. જોકે, આ માટે તમારે 50 રૂપિયા ખર્ચવા પડશે. આ માટે સૌથી પહેલા www.Uidai.Gov.In પર જાઓ. પછી પ્રથમ ટેબ પર માય આધારના ઓર્ડર આધાર રિપ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી, તમને તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ઓળખ નંબર પૂછવામાં આવશે. તેને ભર્યા પછી, કેપચા કોડ દાખલ કરો. આ પછી નીચે એક બોક્સ દેખાશે જેમાં લખેલું હશે કે મારો મોબાઈલ નંબર રજીસ્ટર નથી. અહીં તમે તે સમયે તમારી પાસે છે જે મોબાઈલ નંબર છે તે દાખલ કરો. આ પછી, હવે send OTP પર ક્લિક કરો અને મોબાઇલ પર પ્રાપ્ત OTP દાખલ કરીને વેરીફાઈ પ્રક્રિયા પૂર્ણ કરો. આ OTP તમારા નવા નંબર પર આવશે. જે તમે દાખલ કર્યો છે. આ પછી તમારું આધાર ડાઉનલોડ થઈ જશે.