તમારા ખિસ્સામાં રહેલી 100, 2000, 500 ની નોટો નકલી તો નથી ને ? RBI એ આપી અસલી નોટો ઓળખવાની રીત..

તમારા ખિસ્સામાં રહેલી 100, 2000, 500 ની નોટો નકલી તો નથી ને ? RBI એ આપી અસલી નોટો ઓળખવાની રીત..

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના વાર્ષિક અહેવાલમાં નકલી નોટો અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આરબીઆઈ અને અન્ય બેંકો દ્વારા પકડવામાં આવેલી 5.45 કરોડથી વધુની બનાવટી નોટો સાબિત કરે છે કે દેશમાં નકલી નોટોનો ધંધો ચાલી રહ્યો છે.

RBI ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં 5.45 કરોડ રૂપિયાથી વધુની નકલી નોટો પકડાઈ છે. જેમાંથી 8107 નોટો એટલે કે લગભગ 4 ટકા નકલી નોટો આરબીઆઈ દ્વારા પકડાઈ છે, જ્યારે અન્ય બેંકોએ 2,00,518 નોટ એટલે કે લગભગ 96 ટકા નકલી નોટો પકડી છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે જાણી શકાય કે નોટ અસલી છે કે નકલી.

500 રૂપિયાની નોટ કેવી રીતે ઓળખવી: તમે 500 ની નોટને કોઈ લાઈટ ની સામે રાખશો તો તમને 500 લખેલા દેખાશે. જ્યારે આંખની સામે 45 ડિગ્રીનાં એંગલ પર નોટ રાખવા પર પણ 500 લખેલા જોવા મળશે. અહીં તમને 500 દેવનાગરીમાં લખાયેલા મળશે. જો તમે તેની જુની નોટની સાથે તુલના કરશો તો તમને મહાત્મા ગાંધીની ફોટોનું ઓરિએન્ટેશન અને પોઝીશનમાં થોડું ચેન્જ મળશે.

2000 ની નોટ કઈ રીતે ઓળખવી: RBI દ્વારા બહાર પાડવામાં આવેલી નોટોના સુરક્ષા થ્રેડમાં ત્રણ શબ્દો હશે - ભારત, RBI અને 2000. આ સાથે તેની કિંમત નોટની ડાબી બાજુ દેવનાગરીમાં લખેલી છે અને ત્યાં વોટરમાર્ક પણ છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર હશે.  અશોક સ્તંભ નોટની જમણી બાજુએ બનાવવામાં આવ્યો છે. નોટની રિવર્સ સાઈડ જોતા, તમે જોશો કે તેનું પ્રિન્ટિંગ વર્ષ તેની ડાબી બાજુએ પ્રિન્ટ થશે. નોટની મધ્યમાં મંગલયાનનું ચિત્ર સ્પષ્ટ દેખાશે.

20 રૂપિયાની નોટ કેવી રીતે ઓળખવી: 20 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યની નોટો પર ફ્લોરલ પ્રિંટની બરોબર નીચે એક ઓળખ ચિહ્ન બનેલું હોય છે. આ ખાસ પ્રકારનું નિશાન હોય છે જે બધી નોટોમાં અલગ આકારનું હોય છે અને વોટર માર્કની ડાબી બાજુ દેખાઇ છે. 20 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યના નોટો પર ફ્લોરલ પ્રિંટ, અશોક સ્તંભ, ઓળખ ચિહ્ન, રિઝર્વ બેંકની ગેરન્ટી, મૂલ્ય અદા કરવાનું વચન, રિઝર્વ બેંકના ગર્વનરની સહી, મહાત્મા ગાંધોનો ફોટો અને રિઝર્વ બેંકની સીલ ઉપસેલ પ્રિંટમાં હોય છે.

100 રૂપિયાની નોટ કેવી રીતે ઓળખવી: 100 રૂપિયાની સાચી નોટ પણ સામેવાળા બંને ભાગ પર દેવનાગરીમાં 100 લખેલું હોય છે. નોટની વચ્ચે તમને મહાત્મા ગાંધીજીની ફોટો પણ જોવા મળશે. વળી તેના પર RBI, ભારત, INDIA અને 100 નાના અક્ષરોમાં લખેલું હોય છે. 100 રૂપિયા કે તેનાથી વધારે મુલ્ય વાળી નોટ પર તમને મહાત્મા ગાંધીનું ચિત્ર, રિઝર્વ બેંકની સિલ, ગેરંટી અને પ્રોમિસ ક્લોઝ, અશોક સ્તંભ, આરબીઆઈ ગવર્નરનાં હસ્તાક્ષર અને દૃષ્ટિબાધિત વ્યક્તિ માટે આઇડેન્ટિફિકેશન માર્ક ઇન્ટાગ્લિઓમાં પ્રિન્ટેડ જોવા મળશે.