સામાન્ય રીતે ઘરમાં રહેતા નોકર સાથે સૌનો મન મળી જાય છે અને ઘરનો જ સદસ્ય હોય તેવું લાગવા લાગે છે પરંતુ કોઈ વખતે એવું પણ બને છે કે આ જ નોકર પતિસ્થિતિ નો લાભ ઉઠાવી ખોટું કામ કરે છે.
અહીં વાત નોકરની નથી પરંતુ તેમ જ ગણી શકાય. અમદાવાદ માં રહેતો એક રિક્ષા ચાલક ફતેહવાડી વિસ્તારમાં ફેરા કરતો ને લોકો તેને ઓળખાતા થઈ ગયા. કોઈપણ કામ અંગે તેને જ બોલાવવામાં આવતો.
એક વખત ફતેહવાડીમાં રહેતા વૃદ્ધે તેના પરિવાર ને બહાર જવા માટે ફોન કરી બોલાવ્યો પરંતું કોઈ કારણ સર બહાર જવાનું કેન્સલ થતા વૃદ્ધએ સમીર રિક્ષાવાળાને ના પાડી દીધી. એવાં માં સમીર ઘરે આવી વૃદ્ધ સાથે ઝઘડો કર્યો એટલું જ નહીં વૃદ્ધની એક વિધવા દીકરી હતી તેનો હાથ પકડી તેની સાથે લગ્ન કરવાની ધમકી આપી હતી
વાત એમ છે કે અમદાવાદ ના ફતેહવાડી વિસ્તારમાં વૃદ્ધ તેના પરિવાર સાથે રહે છે જેમાં તેની એક વિધવા દીકરી પણ હતી. દીકરીના લગ્ન બાદ તેના પતિ નું મૃત્યુ થતા તે તેના માતા પિતા સાથે રહે છે તેને એક પુત્ર પણ છે.
વૃદ્ધ અને તેનો પરિવાર અવારનવાર સમીર ની રિક્ષામાં કામ અર્થે જતા હોય છે એવામાં આજે રીક્ષા ની ના પાડતા ઘરે આવી ઝઘડો કર્યો. વૃદ્ધે પોલીસ કેસ કર્યો તો ફરી ઘરે આવી વિધવા દીકરીનો હાથ પકડી ધમકી આપી હતી કે, " હું તારી સાથે લગ્ન કરીને જ રઈસ તું અને તારા પરિવારથી થાતું હોય તે કરી લે." તમને જણાવી દઈએ કે વિધવા દીકરીને ૬ વર્ષનો એક પુત્ર પણ છે.
હાલ વિધવા મહિલા એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ હાથ ધરી રહી છે.