khissu

જો જો હો, થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરશો તો પોલીસ સ્ટેશન નહીં લઇ જાય, જાણો પોલીસનો શું છે પ્લાન ?

આજે ૩૧ ડિસેમ્બર છે અને દર વર્ષે લોકો તેની ઉજવણી કરે છે પરંતુ આ વખતે તેની ઉજવણી નહીં કરી શકાય.

જી હા મિત્રો, અમદાવાદ માં દર વર્ષે ઉજવાતી થર્ટી ફર્સ્ટ (31st) ની રાત્રી પર આ વખતે પ્રતિબંધ રહેશે. અમદાવાદ પોલીસે નોટિસ ફટકારતા જણાવ્યું છે કે રાત્રી દરમિયાન જે લોકો ઉજવણી માટે બહાર નીકળશે તેને પોલીસ સ્ટેશન નહિ પણ હોસ્પિટલે લઇ જવાશે. 

આ માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી છે. રસ્તાઓ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ૩૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે. ફાર્મ હાઉસ તથા હોટલો બધે પોલીસની ચાંપતી નજર રહેશે.

પોલીસે જણાવ્યું છે કે દિવસ દરમિયાન ઉજવણી કરી શકશે પરંતુ રાત્રે ૯ વાગ્યા પછી ઉજવણી માટે બહાર નીકળ્યા તો તેની ડોકટરી તપાસ કરવામાં આવશે અને જો તે નશો કરેલો હશે તો હોસ્પિટલે રવાના કરાશે. 


આ ઉપરાંત બહારગામના લોકો ને અમદાવાદ માં પ્રવેશ આપવામાં નહીં આવે, હોટલો, ફાર્મ હાઉસ વગેરે પર પોલીસની ચાંપતી નજર રહેશે. શહેરના રસ્તા પર CCTV કેમેરા લગાવી દેવાયા છે અને ઠેર ઠેર જગ્યાએ પોલીસ નો બંદોબસ્ત છે.