khissu

કામની વાત: જો રાશન ડીલર તમને પૂરુ રાશન નથી આપી રહ્યા તો આ નંબર પર કરો ફરિયાદ...

દેશમાં ઘણી રાજ્ય સરકારો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ રેશનકાર્ડ ધારકોને મફત રાશનની સુવિધા પૂરી પાડી રહી છે.  ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા ભારતના કેટલાક રાજ્યોમાં આપવામાં આવતી મફત રાશનની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા રાશન કાર્ડ ગ્રાહકોને ચોખા, ઘઉં, દાળ અને ખાંડ આપવામાં આવે છે.

ઘણીવાર એવી ફરિયાદ હોય છે કે રાશન ડીલરો ગ્રાહકોને પૂરેપૂરું રાશન આપતા નથી અથવા તેઓ રાશનનું વિતરણ કરતી વખતે આનાકાની કરે છે.  આવી સ્થિતિમાં લોકો પરેશાન થઈ જાય છે અને વિચારે છે કે તેની ફરિયાદ કોને અને ક્યાં કરવી. આ રિપોર્ટમાં અમે તમને એવા નંબર વિશે માહિતી આપીશું જેના પર તમે ફરિયાદ કરી શકો છો.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું છે?: કેન્દ્ર સરકાર દ્વારા 26 માર્ચ 2020 ના રોજ 21 દિવસના લોકડાઉનને ધ્યાનમાં રાખીને, આ યોજના શરૂ કરવામાં આવી હતી જેથી કરીને ગરીબ લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. કોરોના સંક્રમણ દરમિયાન તેમની આજીવિકા માટે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, ગરીબોને વ્યક્તિ દીઠ 5 કિલોના દરે મફત અનાજ મળે છે. આ યોજનાના સફળ અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1.70 કરોડની રકમ ફાળવવામાં આવી હતી.

તમે અહીં ફરિયાદ કરી શકો છો: હવે તમારે રાશન સંબંધિત કોઈપણ સમસ્યા માટે ચિંતા કરવાની જરૂર નથી.  ભારત સરકારે તેના સત્તાવાર પોર્ટલ https://nfsa.gov.in/ પર આવા ઘણા નંબર શેર કર્યા છે, જેની મદદથી તમે રાશન ડીલર વિશે ફરિયાદ કરી શકો છો.  તમારી ફરિયાદ બાદ ટૂંક સમયમાં સુનાવણી કરવામાં આવશે અને જો તપાસમાં સત્ય બહાર આવશે તો રાશન ડીલર સામે કાર્યવાહી કરવામાં આવશે.


— હેલ્પલાઈન નંબર: 1967
— ટોલ ફ્રી નંબર: 1800-233-5500
— ઓફીશીયલ વેબસાઇટ: https://dcs-dof.gujarat.gov.in/ અથવા https://fcsca.gujarat.gov.in/