khissu

જો તમે ઈંડા અને ચિકન ખાતા હોવ તો ચેતી જાજો, ચારેબાજુ હાહાકાર મચતા પ્રશાસને એલર્ટ ઘોષિત કરી દીધું છે

જો તમે ઈંડા અને ચિકન ખાતાં હોવ તો થઈ જજો સાવધાન, હાલ કોરોના એ બધાને ડરાવી દીધા છે તો હવે એક મોટી ગંભીર બીમારી સામે આવી છે જે ઈંડા અને ચિકન ખાવાથી થાય છે.


જી હા મિત્રો, 'બર્ડ ફલૂ' નામ તો સાંભળ્યું જ હશે. આ રોગ ચીન માં એક સમયે ફેલાયો હતો અને હવે તેની એન્ટ્રી થઈ ગઈ છે ભારતમાં. મિત્રો આ સમાચારને મજાકમાં ના લેતા કેમકે 100% આ બીમારીના લક્ષણ કેરળ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં સામે આવ્યા છે એટલે કે ભારતના ઉપરના છેડેથી લઈ નીચેનો છેડો કહી શકાય તો આખા ભારતમાં ફેલાતા વાર નહીં લાગે.


મધ્યપ્રદેશના મંદસૌરમાં ઈંડા અને ચિકન ની દુકાનો બંધ કરી દેવાઈ છે એટલું જ નહીં તેની આસપાસના એક કિલોમીટરના અંતરમાં જેટલાં બતક, મરઘી અને ઘરેલું પક્ષીઓ હશે તેને મારવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત કેરળે પણ બર્ડ ફ્લૂને આપદા ઘોષિત કરી નાખ્યું છે.


કોટ્ટાયમ જિલ્લામાં એક બતક પોલટ્રી ફાર્મમાં 1500 બતકના મોત બર્ડ ફ્લૂને કારણે થયાં છે. મધ્યપ્રદેશમાં આશરે 376 કાગડાઓના મોત થઈ ગયા છે અને આ મૃત કાગડાઓના સેમ્પલનું ભોપાલની સ્ટેટ ડી.આઈ લેબમાં ટેસ્ટ કરતા સામે આવ્યું કે ઇન્દોર અને મંદસૌર થી મોકલવામાં આવેલા સેમ્પલમાં બર્ડ ફલૂ જોવા મળ્યો છે. 


આ ઉપરાંત હિમાચાલપ્રદેશના પોન્ગ ડેમમાં હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ માર્યા ગયા, હરિયાણા ના બરવાળા વિસ્તારમાં અચાનક મારઘઓના મોત થયા, ગુજરાતના જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા પાસે એક સાથે 53 પક્ષીઓના મોત જેથી મોટો હાહાકાર મચી ગયો હતો અને તેનું પોસ્ટમોટર્મ કરતા બર્ડ ફલૂ હોવાનું સામે આવ્યું. હાલ પ્રશાસને ઈંડા અને ચિકન ખાતા લોકોને સાવધાન રહેવાના આદેશ આપી દીધા છે.