એલર્ટ! જો તમારા મોબાઈલમાં આ 7 એપ હોય તુરંત કરો ડિલીટ

એલર્ટ! જો તમારા મોબાઈલમાં આ 7 એપ હોય તુરંત કરો ડિલીટ

Google Play Store પર માલવેરથી પ્રભાવિત એપ શોધવી ખૂબ જ સામાન્ય છે. હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોર પર જોકર માલવેરથી સંક્રમિત 7 એપ્સ જોવા મળી હતી. ગૂગલે એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો અને તેને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી. પરંતુ, જો તમે તેને ડાઉનલોડ કરી હોય તો તે હજુ પણ તમારા ફોનમાં હાજર હોઈ શકે છે. જો હાજર હોય, તો તેમને તરત જ કાઢી નાખો. કારણ કે, આ વાયરસથી ભરેલી એપ્સ તમારા પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.

તાજેતરમાં, સિક્યોરિટી ફર્મ કેસ્પરસ્કી(Kaspersky )ના સુરક્ષા સંશોધક તાત્યાના શિશ્કોવાએ ગૂગલ પ્લે સ્ટોર પર જોકર માલવેરથી સંક્રમિત કુલ 7 એપ્સની ઓળખ કરી હતી. આ માહિતી સામે આવ્યા બાદ ગૂગલે આ એપ્સને પ્રતિબંધિત કરી હટાવી દીધી છે. પરંતુ, કારણ કે આ એપ્સનો લાખો લોકો ઉપયોગ કરતા હતા. આવી સ્થિતિમાં, શક્ય છે કે આ એપ્સ કોઈના ફોનમાં હાજર હોય.
 

જો એમ હોય, તો તમે અહીંથી આ એપ્સનું લિસ્ટ જોઈ શકો છો અને તરત જ તમારા ફોનમાંથી આ એપ્સને અનઇન્સ્ટોલ કરી શકો છો. નીચે આપેલી એપ તુરંત ડિલિટ કરો.

1. Now QRcode Scan
2. EmojiOne Keyboard
3. Battery Charging Animations Battery Wallpaper
4. Dazzling Keyboard
5. Volume Booster Louder Sound Equalizer
6. Super Hero-Effect
7. Classic Emoji Keyboard
 

જો આ એપ્સ તમારા ફોનમાં છે, તો તેને તરત જ કાઢી નાખો. કારણ કે, આ એપ્સ તમારા સંવેદનશીલ ડેટાને પણ એક્સેસ કરી શકે છે. સાથે તે તમારી બેંક વિગતો પણ જોઈ શકે છે. આવી સ્થિતિમાં, તેઓ તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. અહિંયા સુધી કે ગુપ્ત રીતે તેઓ ઘણી એપ્સના સબ્સક્રિપ્શન પણ તમારા એકાઉન્ટમાંથી કરી શકે છે