khissu

જો તમારે lic નાં શેર જોઇએ છે તો તમારા PAN નંબરને LIC ની વીમા પોલિસી સાથે લિંક કરો, જાણો કેવી રીતે લીંક કરવુ?

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો મેગા IPO ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આવવા માટે તૈયાર છે. જો કે, એલઆઈસી પોલિસીધારકો માટે તેને તેમના પાન કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. LIC એ હાલમાં LIC of India ના તમામ પૉલિસી ધારકોને કંપનીના આગામી IPO ના સબ્સ્ક્રિપ્શન અંગે જાહેર નોટિસ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પૉલિસીધારકો તેના આગામી IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે જો કંપનીના રેકોર્ડમાં પાન કાર્ડ અપડેટ કરવામાં આવશે તો.

વીમા કંપનીએ કહ્યું કે આવી કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે, પોલિસીધારકોએ ખાતરી કરવી જોઈએ કે તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવી છે.  વધુમાં, જો તમારી પાસે માન્ય ડીમેટ ખાતું હોય તો જ ભારતમાં કોઈપણ જાહેર ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરવું શક્ય છે.  ઉપરાંત, પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે તેમની પાસે સક્રિય ડીમેટ ખાતું છે. જો તમે હજી સુધી આ માહિતી LICને આપી નથી, તો LIC પોલિસીધારકોને વહેલી તકે તેમ કરવા રિકવેસ્ટ કરે છે કારણ કે તે KYCના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

LIC સાથે PAN કાર્ડ ઑનલાઇન અપડેટ કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલા LiCની વેબસાઈટ www.licindia.in અથવા https://licindia.in/Home/Online-PAN-Registration પર જાઓ.
- તમારો પોલિસી નંબર, PAN, જન્મ તારીખ અને ઈ-મેલ આઈડી તૈયાર રાખો, જે તમારા PAN અપડેટ કરતી વખતે દાખલ કરવાની જરૂર પડશે.
- તમે ઉપરની લિંકનો ઉપયોગ કરીને તમારી તમામ LIC પોલિસીના રેકોર્ડ અપડેટ કરી શકો છો.
- તમે એલઆઈસીની વેબસાઈટ www.licindia.in અથવા https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જઈને તમારી પોલિસીમાં તમારો PAN નંબર નોંધાયેલ છે કે કેમ તે પણ ચકાસી શકો છો?
- વૈકલ્પિક રીતે, તમે સહાય માટે તમારા LIC એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો