જો તમે મોબાઈલ ખરદીવાનો વિચાર કરી રહ્યા છો તો ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં સ્માર્ટફોન પ્રેમીઓ માટે ધમાકેદાર ઑફર્સ આવી ગઈ છે.
આ સેલમાં 25,000 રૂપિયા સુધીની રેન્જમાં એવા ઘણા ફોન ઉપલબ્ધ છે જે પરફોર્મન્સ, સારી કેમેરા ક્વોલિટી અને લાંબી બેટરી લાઈફ સાથે શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ આપે છે. આ વખતના સેલમાં કેટલાક સિલેક્ટેડ મોડેલ્સ પર મળતા ડિસ્કાઉન્ટ ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
આ યાદીમાં Realme P3x સૌથી સસ્તી કિંમતમાં મળતો સ્માર્ટફોન છે. તેમાં 6.72-ઇંચની FHD+ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને MediaTek Dimensity 6400 5G ચિપસેટ છે. ફોન 6000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેની અસલી કિંમત 12,999 રૂપિયા છે, પણ ઓફર સાથે તેને 11,874 રૂપિયામાં ખરીદી શકાય છે.
CMF બાય નથિંગ ફોન 2 પ્રો
જો કોઈને સ્ટાઇલિશ અને પાવરફુલ વિકલ્પ જોઈએ તો CMF by Nothing Phone 2 Pro બેસ્ટ ઓપ્શન છે. તેમાં 6.77-ઇંચ AMOLED ડિસ્પ્લે અને Dimensity 7300 Pro પ્રોસેસર છે. ફોનના ટ્રિપલ કેમેરા સેટઅપમાં 50MP + 50MP + 8MP લેન્સ અને 16MP સેલ્ફી કેમેરા છે. 5000mAh બેટરી સાથે આવતો આ ફોન 18,999 રૂપિયાની જગ્યાએ 17,099 રૂપિયામાં મળી રહ્યો છે
પોકો M7 પ્લસ
ગેમિંગ અને હાઈ-પરફોર્મન્સ પ્રેમીઓ માટે Poco M7 Plus એક આકર્ષક ડીલ છે. તેમાં 6.9-ઇંચની FHD+ ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. Snapdragon 6s Gen 3 ચિપસેટ પર ચાલતો આ ફોન 7000mAhની વિશાળ બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. સેલ દરમિયાન તેનો ભાવ 14,499 રૂપિયાથી ઘટીને 13,774 રૂપિયા છે.
મોટોરોલા એજ 60 ફ્યુઝન
તે જ રીતે Motorola Edge 60 Fusion પણ આ પ્રાઈસ સેગમેન્ટમાં શાનદાર વિકલ્પ છે. તેમાં 6.67-ઇંચ P-OLED પેનલ, Dimensity 7400 પ્રોસેસર અને 5500mAh બેટરી છે જે 68W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેનો ડ્યુઅલ રિયર કેમેરા (50MP + 13MP) અને 32MPનો ફ્રન્ટ કેમેરા તેને ફોટોગ્રાફી માટે બેસ્ટ બનાવે છે. તેની અસલી કિંમત 25,999 રૂપિયા છે, પરંતુ ઓફર પછી તે 24,699 રૂપિયામાં ઉપલબ્ધ છે.
વીવો T4x
Vivo T4x પણ આ રેન્જનો એક મજબૂત સ્માર્ટફોન છે. તેમાં 6.72-ઇંચ IPS LCD ડિસ્પ્લે, Dimensity 7300 પ્રોસેસર અને 6500mAh બેટરી છે, જે 44W ચાર્જિંગ સાથે આવે છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ (50MP + 2MP) અને 8MP સેલ્ફી કેમેરા તેને વધુ સારો બનાવે છે. આ ફોન 14,999 રૂપિયાની જગ્યાએ 13,774 રૂપિયામાં મળી શકે છે