અત્યારના સમયમાં દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. આજના યુગમાં આધાર કાર્ડ વગર અને આધાર કાર્ડમાં ભૂલના કારણે ઘણા કામો અટકી શકે છે. લોકોની સમસ્યા ઓછી કરવા માટે અને સારી સુવિધા આપવા માટે આધાર કાર્ડ બનાવનાર સંસ્થા UIDAI (The Unique Identification Authority of India) ઘણું કામ કરી રહી છે. જેથી UIDAI શું નિર્ણય લે છે તે જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તાજેતરમાં જ UIDAI એ આધાર સાથે જોડાયેલ એક સર્વિસ બંધ કરી દીધી છે. જેની જાણકારી UIDAI એ તેના ટ્વીટર હેન્ડલ પર આપી હતી.
UIDAI એ આ સર્વિસ બંધ કરી:- UIDAI એ હવે લાંબા સમયથી ચાલતા આધાર કાર્ડ છાપવાનું બંધ કરી દીધું છે. પહેલા આધાર કાર્ડ રિપ્રીન્ટ નુ ફોર્મેટ કઈક અલગ હતું જેને હવે UIDAI એ બદલી નાખ્યું છે. UIDAI એ હવે PVC આધાર કાર્ડ બહાર પાડ્યું છે. જે અગાઉના કાર્ડની તુલનામાં તમારા ખિસ્સામાં અથવા વોલેટમાં સરળતાથી રાખી શકાશે. તમને જણાવી દઈએ કે UIDAI એ જે આધાર કાર્ડનું છાપવાનું બંધ કર્યું છે તેની સાઈઝ ઘણી મોટી હતી.
UIDAI એ ટ્વીટ કરીને જાણકારી આપી:- બન્યું કઈક એવું કે એક વ્યકિતએ આધાર કાર્ડ હેલ્પ સેન્ટરનાં ટ્વીટર હેન્ડલ પર એક સવાલ પૂછ્યો કે શું હુ મારો આધાર લેટર ફરીથી Reprint કરી શકું? મને વેબસાઈટ પર કોઈ ઓપ્શન દેખાતો નથી. જેના પર આધાર હેલ્પ સેન્ટરે જવાબ આપતા કહ્યું હતું કે આ સર્વિસ બંધ કરી દીધી છે. તમે UIDAI ઓફીશીઅલ વેબસાઈટના માધ્યમથી આધાર PVC કાર્ડ ઓર્ડર કરી શકો છો. આ પ્રકારનું આધાર કાર્ડ ક્વોલિટી માં સારું અને સરળતાથી પાકીટમાં રહી શકે છે. PVC આધાર કાર્ડમાં હોલોગ્રામ, GHOST IMAGE અને માઇક્રોસોફ્ટ જેવી સિક્યોરિટી પણ હોય છે. જેમાં ક્યુઆર કોડ (QR Code) થી સરળતાથી ઓફલાઈન વેરિફિકેશન થઈ શકે છે. આધાર PVC માટે તમારે ફકત 50 રૂપિયા જ ખર્ચ કરવા પડશે.
આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ તો નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે?
PVC આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ :
૧) PVC આધાર કાર્ડ માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ (uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) પર જવું પડશે.
૨) હવે સ્ક્રોલ કરીને નીચે જાઓ અને ‘Order Aadhaar PVC Card’ ઓપ્શન પર ક્લિક કરો.
૩) હવે તમારે 12 આંકડાનો આધાર નંબર અને સિક્યોરિટી કોડ (કેપ્ચા કોડ) દાખલ કરવાનો રહેશે.
૪) જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર છે તો તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર માં ઓટીપી આવ્યો હશે જે નાખી ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
૫) જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો ‘My Mobile number is not registered’ ના બોક્સમાં ટીક કરવાનું રહેશે. આગળના પેજમાં તમે નવો નંબર નાખીને OTP મેળવી શકો છો, OTP નાખ્યા પછી ‘Submit’ બટન પર ક્લીક કરવાનું રહેશે.
૬) જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો તમને PVC આધાર કાર્ડનો નમુનો બતાવશે તેમાં બધી માહિતીની ચકાસણી કરી 50 રુપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર નથી તો PVC આધાર કાર્ડનો નમુનો બતાવશે નહી. ત્યારબાદ 50 રુપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે.
૭) પેમેન્ટ થઈ ગયા બાદ તમને એક સ્લીપ મળશે. આ પ્રોસેસ પુર્ણ થયા બાદ થોડા દિવસોની અંદર તમારા આધાર કાર્ડમાં રજીસ્ટર સરનામા ઉપર PVC આધાર કાર્ડ સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારા ઘરે આવી જશે.
આવી વધારે માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ માહિતી ગુજરાતના દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.