khissu

કોર્ટનો મહત્વનો ચુકાદો : દીકરાની આવક પર પત્નીનો અધિકાર કે માતા-પિતાનો અધિકાર ?

માતા-પિતા પોતાના દીકરાને ખૂબ લાડ પ્યાર સાથે મોટો કરી જીવન જીવતા શીખવાડે છે. ત્યારે એ જ દીકરો પોતાના માતા પોતાના એ બધાજ ઋણ ભૂલી જઈને તેઓને એકલાં તરછોડી મૂકે છે જેથી માં બાપે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. ત્યારે કોર્ટે એક સરસ ચુકાદો બહાર પાડ્યો છે.

દીકરાને પગભર કરીને માતા-પિતા તેના લગ્ન કરાવી દે છે ત્યારે દીકરો પોતાના સ્વાર્થ સાથે તેને તરછોડી મૂકી તેની પત્ની અને બાળકો સાથે રહેવા મડે છે. ત્યારે એ અસહાય ઘરડાં માં-બાપનો શું વાંક ? એ જ ને કે તેઓએ દીકરાને લાડ પ્યાર કરીને પગભર બનાવ્યો ? એજ ને કે દીકરાને જન્મ આપ્યો ? શું દીકરાની ફરજ નથી કે તે પણ તેના માં-બાપને સાચવી શકે ?

આજે દિલ્લીમાં તીસ હજારી સ્થિત પ્રિન્સિપાલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ગિરિષ કાથપાલીયાની અદાલતે આ મામલે વાદી મહિલાની અરજી કરતાં પ્રતિવાદી પતિની આવક સંબંધિત સોંગધનામું રજૂ કરવા કહ્યું હતું.

મહિલાનું કહેવું હતું કે તેમના પતિની માસિક આવક ૫૦ હજારથી વધુ છે છતાં તેમને અને તેના બાળકને માત્ર ૧૦ હજાર રૂપિયા ભરણપોષણ માટે આપી રહ્યા છે. ત્યારે પતિ તરફથી રજૂ કરાયેલાં સોંગધનામામાં પતિએ કહ્યું કે તેની માસિક આવક ૫૦ હજાર નહીં પણ ૩૭ હજાર છે અને આ રકમમાંથી પત્ની અને બાળક ઉપરાંત ઘરડાં માં-બાપનું પણ ભરણ પોષણ કરવાનું હોય છે.

જોકે કોર્ટે પતિના સોંગધનામાંને સ્વીકારયા હતાં કારણકે આ મામલે કોર્ટે સુરક્ષા અધિકારીને સાચા રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું જેથી જાણ થઈ કે પતિએ રજૂ કરેલા તથ્યો એકદમ સાચા છે. તેની આવકવેરા ખાતા મુજબ તેની માસિક આવક ૩૭ હજાર રૂપિયા ચી અને તેના માતા-પિતાની બીમારીનો ખર્ચ પણ જાતે ઉઠાવે છે.

આમ કોર્ટે પતિના પક્ષમાં નિર્ણય લેતા જણાવ્યું કે દીકરાની આવક ઉપર જેટલો પત્ની અને બાળકનો અધિકાર છે તેટલો જ અધિકાર માતા-પિતાનો છે. તેથી ચુકાદામાં જણાવ્યું કે પતિની આવકના છ ભાગ કરવામાં આવે જેમાં પતિ બે ભાગ રાખે જ્યારે પત્ની, બાળક, માતા અને પિતાને એક એક ભાગ આપવામાં આવે.