ભુક્કા બોલાવતી વરસાદની આગાહી, અંબાલાલ, પરેશ ગૌસ્વામી અને હવામાન ખાતાની આગાહી

ભુક્કા બોલાવતી વરસાદની આગાહી, અંબાલાલ, પરેશ ગૌસ્વામી અને હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 16 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે. 12 થી 16 જુલાઈ સુધી ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે 13 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ વરસશે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરશે. આગામી 5 દિવસ દરિયાકાંઠે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. હાલ 2 સિસ્ટમની અસરથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થશે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ પણ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 થી 12 જુલાઈ દરમ્યાન વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ વરસાદની શક્યતાઓ છે.

ક્યાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત- દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 થી 30 જુલાઈએ ઉત્તર ભાગમાં વરસાદની સંભાવના

પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, મહેસાણા, સુરત, નવસારી, વડોદરા, જૂનાગઢ, બોટાદ, અમરેલી, જામનગર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 22 થી 30 જુલાઈએ પણ ઉત્તર ભાગમાં વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેમજ તા. 3 જુલાઈથી સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં બની રહેલ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. અરબ સાગરમાં તા. 13 જૂનના રોજ છેલ્લી સિસ્ટમ સર્જાઈ હતી. જે બાદ કોઈ સિસ્ટમ સર્જાવા પામી નથી. બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમોનાં કારણે અત્યાર સુધી ગુજરાતમાં સતત વરસાદ પડ્યો છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતુ કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ જે હાલ મધ્ય પ્રદેશ પહોંચી છે અને યુપી અને દિલ્હી તરફ આગળ વધી રહી છે. આવનારા દિવસમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જે ગુજરાતને અસર કરશે નહી