khissu

મિનરલ વોટરનું વેંચાણ કરતા વેપારીઓ માટે મહત્વનો નિર્ણય : જાણો FSSAI એ શું નિર્ણય લીધો

આવતા મહિનાથી પાણીની કંપનીઓને મોટો માર પડવાનો છે. કારણ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાનડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) નિયમોમાં બદલાવ કર્યા છે. FSSAI એ પાણી ની બોટલ અને મિનરલ વોટરના ઉત્પાદકો માટે BIS પ્રમાણ પત્ર ફરજિયાત કરી દીધું છે. આ નિયમ એપ્રિલ મહિનાથી લાગુ કરવામાં આવશે.

FSSAI જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સટાન્ડર્ડ એકટ 2008 હેઠળ કોઈપણ ફૂડ બિઝનેસ શરૂ કરતાં પહેલાં લાઈસન્સ લેવું ફરજિયાત છે. જો તમે મિનરલ વોટર કે પાણીની બોટલ વેંચો છો તો તમારે BIS પ્રમાણ પત્ર લેવું ફરજિયાત છે. BIS સર્ટિફિકેટ વગર તમે વેંચાણ કરી શકશો નહિ.

ઉનાળો શરૂ થઈ ગયો છે તેથી પાણીની બોટલ અને મિનરલ વોટર ની માંગ વધી જતી હોય છે. જેમાં ઘણા વેપારીઓ પૈસા કમાવવા માટે આ બિઝનેસ કરતા હોય છે. તેની પાસે ન તો રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય છે, ન તો કોઈ શુદ્ધતા નુ પ્રમાણપત્ર. જેથી લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખી સરકારે BIS સર્ટિફિકેટ અનિવાર્ય કરી દીધું છે.

તમને જણાવી દઇએ કે આ નિયમ પહેલા ઓક્ટોબર 2020 માં પણ આવો જ એક નિયમ મીઠાઈ ને લઈને બનાવવામાં આવ્યો હતો. જેમાં ખુલ્લી મીઠાઈ વેંચતા વેપારી ને ગ્રાહકોને કહેવું અનિવાર્ય હતું કે મીઠાઈ કેટલા દિવસમાં વાપરવી.