મોદી સરકારે આજે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા DAP ખાતર પર આપવામાં આવતી સબસિડીમાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ખેડૂતોને એક થેલી દીઠ 500 રૂપિયાની સબસિડી મળતી હતી, જેમાં હવે રૂ. 700 નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ખેડૂતોને DAP ખાતરની થેલી દીઠ 1200 રૂપિયાના દરે સબસિડી મળશે. આ સાથે ખેડૂતોને પહેલાની જેમ જ 1200 રૂપિયાના ભાવે જ DAP ખાતર મળશે અને કંપનીઓ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની કોઈ અસર થશે નહિ.
થોડા સમય પહેલા જ કંપનીઓએ ખાતરનો ભાવ રૂ. 2400 કર્યો હતો.
જ્યારે DAP ખાતર ની થેલી 1700 રૂપિયે આપવામાં આવતી ત્યારે સરકાર DAP ની એક થેલી પર 500 રૂપિયા સબસિડી આપતી હતી. ખાતર બનાવવા માટે વપરાતા મોંઘા કાચા માલના કારણે કંપનીઓએ તેની કિંમત વધારીને 2400 રૂપિયા કરી હતી. જેના કારણે સબસિડી બાદ કરતાં પણ ખેડૂતોને 1900 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે સરકારે સબસિડીમાં વધારો કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. સરકાર દ્વારા સબસિડીમાં વધારો કરવાથી ખેડુતોને પહેલા જે કિંમતે DAP ખાતરની થેલી મળતી હતી હવે તે જ ભાવે મળી રહેશે.
કાચો માલ 60 થી 70 ટકા મોંઘો થયો:- ખાતર બનાવવા માટે ફોસ્ફરિક એસિડ નો ઉપયોગ થાય છે અને તેનો લગભગ 80% હિસ્સો ભારતમાં નિકાસ કરવો પડે છે. જ્યારે બધા દેશોએ ફોસ્ફરિક એસિડની કિંમતમાં વધારો કર્યો ત્યારે કાચો માલ ખર્ચાળ બન્યો અને તેના પરિણામ સ્વરૂપે ભારતમાં DAP ખાતરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
સરકાર પર 14,775 કરોડ રૂપિયાનો બોજ:- DAP ખાતર ની સબસિડી 700 રૂપિયા કરવાથી મોદી સરકાર પર 14,775 કરોડ રૂપિયાનો બોજ પડશે. દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને ખાતર પર આશરે 80 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે અને હવે તેમાં વધુ 14,775 કરોડ રૂપિયાનો વધારો થશે. આવું પહેલી વાર બની રહ્યું છે કે સબસિડીમાં અચાનક વધારો થયો હોય.