કેંદ્ર સરકારનો મહત્વપુર્ણ નિર્ણય: હવે 18 વર્ષથી વધુ તમામ લોકોને રસી (વેક્સિન) આપવામાં આવશે, જાણો ક્યારથી?

કેંદ્ર સરકારનો મહત્વપુર્ણ નિર્ણય: હવે 18 વર્ષથી વધુ તમામ લોકોને રસી (વેક્સિન) આપવામાં આવશે, જાણો ક્યારથી?

કોરોના વાઇરસે અજગરની જેમ ભરડો માર્યો છે તો કેન્દ્ર સરકાર તરફથી રસીકરણ ને લઈને મોટું એલાન કરી દીધું છે. કેન્દ્ર સરકારે કીધું છે કે 1 મે થી દેશમાં રસીકરણ નુ ત્રીજું ચરણ શરૂ થશે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિન લગાવી શકશે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

18 વર્ષથી તમામ લોકો રસીકરણ કરાવી શકશે. આ તબક્કામાં વેક્સિન બનાવતા ઉત્પાદકો ભારત સરકારને 50% ડોઝ સપ્લાય કરશે અને બાકીના 50% ડોઝ રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પીટલની જરૂરીયાત પુરી કરશે. દેશમાં 16 જાન્યુઆરીએ રસી આપવાનું કામ શરૂ થયું હતું. સૌથી પહેલા આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટ લાઈન વર્કર ને રસી આપવામાં આવી હતી. તેના પછી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને રસી આપવામાં આવી હતી. હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના કેસો વધી રહ્યા હોવાથી માંગ હતી કે તમામ લોકોને વેક્સિન મળે. જેના લીધે કેંદ્ર સરકારે નિર્ણય લીધો છે કે 1 મે થી 18 વર્ષથી ઉપરનાં તમામ લોકોને આ રસી આપવામાં આવશે.

ઘણા લોકોને પ્રશ્ન થયો હતો કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી લેવા માટે પૈસા ભરવા પડશે? સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલ આ અંગે કોઈ ચર્ચા નથી થઈ. વેક્સિન માટે પૈસા આપવા પડશે કે કેમ ? તેની ઑફિશિયલી કોઈ જાણકારી બહાર પાડવામાં આવી નથી.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાની બીજી લહેર બેકાબુ: ભારતમાં ક્યાં કારણોસર કોરોના કેસોમાં વધારો થયો?

કેન્દ્રીય મંત્રાલયે કાલે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશમાં 24 કલાકમાં 2,73,810 નવા કોરોના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ કોરોના કેસનો આંકડો 1,50,61,919 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કુલ 9,.29,329 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,29,53,821 દર્દીઓ સાજા થયા છે. તેમજ અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોને રસી અપાઈ ચૂકી છે