સરકારનો મહત્વપુર્ણ નિર્ણય: ૪૫ થી વધુ ઉંમરનાં તમામ વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે, જાણો રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું?

સરકારનો મહત્વપુર્ણ નિર્ણય: ૪૫ થી વધુ ઉંમરનાં તમામ વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે, જાણો રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું?

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને સાથો સાથ દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ પણ ચાલુ છે. જેથી રસીકરણ ને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2021 થી 45 વર્ષ કે થી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. આ પહેલાં જે લોકો ગંભીર રોગથી પીડાતા હોય તેવા 45 વર્ષથી વધુ લોકોને જ રસી આપવામાં આવતી હતી, પરંતુ હવે સરકારે અપીલ કરી છે કે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો રસી લઈ લે જેની પ્રક્રિયા પૂરા દેશમાં આજથી શરુ થવાની છે.

કંઈ જગ્યાએ તમે રસી મુકાવી શકો છો?

દેશમાં કોરોના વેક્સિન સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તથા પ્રાઈવેટ સેન્ટરમાં જાઈ તમે રસી મૂકવી શકો છો. સરકારી હોસ્પિટલોમાં ફ્રી માં રસી આપવામાં આવી રહી છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝના 250 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ રસીકરણ ના થોડા સમય બાદ બીજો ડોઝ આપવામાં આવશે, જેના પણ તમારે 250 રૂપિયા ચૂકવવા પડશે.

કંઈ રીતે રજીસ્ટ્રેશન કરાવશો?

રસી મુકાવવા માટે તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે તમારે cowin.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આ વેબસાઇટ પર જઈ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમને વેક્સિન કઈ તારીખે લગાડવામાં આવશે, કયા સમય અને કંઈ જગ્યાએ તમારે જવાનું છે તેની જાણકારી મળી જશે. જે લોકો વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા તો તે લોકો તેની નજીક આવેલા કોવીડ વેક્સિન સેન્ટર પર જઈ બપોર પછી 3 વાગ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરવી શકશે.

 શા માટે 45 વર્ષના ઉંમરના લોકોને રસીકરણ જરૂરી?

સૂત્રો ના જણાવ્યા મુજબ 80 ટકા લોકોના મૃત્યુ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના થયા છે. જેથી સાબિત થાય છે કે 45 વર્ષના ઉંમરના લોકોને વેક્સિન લગાવવાથી કોરોના ને રોકી શકાશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 45 વર્ષના વધુ લોકોને રસી આપ્યા બાદ તેની નીચેની ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે.