khissu

કેન્દ્રીય મંત્રીમંડળ નો મહત્વ પુર્ણ નિર્ણય : જાણો શું નિર્ણય લેવામાં આવ્યો ?

કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ ડોઝ નો સમયમાં ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન નો ડોઝ લેવાનો સમયગાળો ૪ થી ૬ હપ્તા ની જગ્યા એ ૪ થી ૮ અઠવાડિયા કરવામાં આવે. 

દિલ્હીના ડોક્ટરોનું કહેવું છે કે આ પગલું સાચી દિશામાં છે. કારણ કે ૬ થી ૮ અઠવાડિયાની વચ્ચે લીધેલ કોરોના રસીનો ડોઝ બેસ્ટ છે. કો - વેક્સિન ને લઈને કોઈ સ્પષ્ટતા નથી  તેથી તેનો સમય ગાળો ૪ અઠવાડિયા ની વચ્ચે જ આપવામાં આવશે.

શું આ નિર્ણય સરકાર નો સાચો છે ? :-

મૌલાના આઝાદ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. સુનીલ ગર્ગ એ જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે બ્રિટનમાં સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું કે જે લોકોને ૬ થી ૧૨ અઠવાડિયા વચ્ચે રસી લીધી તે લોકોમાં રિસ્પોન્સ સારા મળ્યા છે. પરંતુ ભારતમાં વધતા કેસોને ધ્યાને રાખતા કોરોના રસીકરણ નો ડોઝ ૬ થી ૮ અઠવાડિયામાં આપવામાં આવે. 

ભારતમાં કોરોના માટેની રસી આપવાનું કાર્ય ૧૬જાન્યુઆરી થી શરુ કરવામાં આવ્યું હતું. સાડા ચાર લાખ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિન નો ડોઝ અપાયો છે. હાલ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો, સ્વાસ્થ્ય કર્મચારીઓ, ૪૫ થી વધુ ઉંમરના લોકોને કોરોનની રસી આપવામાં આવી છે. 

સાથોસાથ કેન્દ્ર સરકારે આજે નિર્ણય લીધો છે કે જો તમારી ઉંમર ૪૫ વર્ષની છે તો તમે ૧ એપ્રિલથી કોરોના ની રસી લગાવી શકો છો. કેબિનેટ મીટીંગ માં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા પ્રક્રિયા એવી હતી કે જો વ્યક્તિ ૪૫ થી ૬૦ વર્ષની વ્યક્તિ બીમાર હોય કે સ્થિર માંદગીથી પીડાતો  તેવા સમયે કોરોના રસી લેવા માટે બીમારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હતું જે નિયમ હવે બદલાય ગ્યો છે. 

અત્યાર સુધીમાં ભારત દેશમાં ૪ કરોડથી વધુ લોકોને રસી અપાય ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨.૫૦ લાખ લોકોને ડોઝ આપી દેવામાં આવ્યો છે.