khissu

ડ્રાઈવિંગ લાયસન્સ ને લઈને સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય : જાણો કઈ તારીખ સુધી માન્ય રહેશે તમારું લાયસન્સ

જો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ, વ્હિકલ ફિટનેસ, આર. સી.બુક (RC), અથવા તો પરમીટ ની વેલીડીટી પૂરી થઈ ચૂકી છે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેની વેલીડીટી હવે 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. આ અંગેની જાણકારી માર્ગ અને પરિવહન મંત્રાલયે (Ministry of Road Transport and Highways) આપી હતી. 

સરકાર તરફથી આવેલ જાણકારી મુજબ દેશમાં ફરી એક વખત કોરોના વાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે, જેને ધ્યાને લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેને કહ્યું કે કોરોના મહામારી ના કારણે લાઈસન્સ ને લગતા ઘણા પ્રમાણપત્ર નું કામ થયું નથી અને તેની વેલીડીટી 1 ફેબ્રુઆરી 2020 એ પૂરી થઈ ચૂકી હતી, તે હવે 30 જૂન 2021 સુધી માન્ય રહેશે.
 

સરકારે ઓથોરિટી ને નિર્દેશ આપ્યા છે કે ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી બુક, વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા પ્રમાણપત્રો ને માન્ય ગણવામાં આવે, જેથી ટ્રાન્સપોર્ટ ને લગતી સેવાઓમાં કોઈ મુશ્કેલી ન આવે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને આ નિયમનું પાલન કરવા કહ્યું છે, જેથી લોકોને ટ્રાન્સપોર્ટ ની સાથે જોડાયેલી સેવાઓમાં મુશ્કેલી ના પડે.
 

24 માર્ચ 2020 માં જ્યારે દેશ ભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જરૂરી સામાન, સેવાઓ અને પુરવઠા માટે 30 માર્ચ 2020, 9 જૂન 2020, વગેરે તારીખોમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પરિવહન મંત્રાલય એ ગાડીઓ ની પરમીટ, ડ્રાઈવિંગ લાયસન્સ, આર સી બુક જેવા સર્ટિફિકેટ કે જેની વેલીડીટી 1 ફેબ્રુઆરી 2020 માં પુર્ણ થઇ ગઇ હતી તેને 31 માર્ચ 2021 સુધી માન્ય ગણવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા હતા.
 

હવે દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ના કેસો વધી રહ્યા છે, જેને કારણે માર્ગ અને પરિવહન મંત્રાલયે આ નિર્ણય લીધો છે કે ટ્રાન્સપોર્ટ ને લગતી સેવાઓમાં જરૂર પડતાં ડોક્યુમેન્ટ ની વેલિડિટી 30 જૂન 2001 સુધી વધારી દેવામાં આવી છે.