અમ્પાયર કોલ (Umpire’s Call) ને લઈને ICC નો મહત્વપુર્ણ નિર્ણય: જાણો શું થયો ફેરફાર

અમ્પાયર કોલ (Umpire’s Call) ને લઈને ICC નો મહત્વપુર્ણ નિર્ણય: જાણો શું થયો ફેરફાર

છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન અમ્પાયર કોલ (Umpire’s Call) ને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે. ઘણા ક્રિકેટરોએ આ નિયમનો ભોગ બનવું પડ્યું છે, ત્યારબાદ સોશિયલ મીડિયા અને ક્રિકેટરોના કોરિડોરમાં તેની ઘણી ટીકા થઈ છે. હવે આઇસીસી (ICC) એ આ અંગે મોટો નિર્ણય લીધો છે.

અમ્પાયર કોલ (Umpire’s Call) ના વિવાદ પર નિર્ણય. 

બુધવારે બોર્ડની બેઠક પુરી થયા બાદ આઇસીસી સંચાલક મંડળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આઈસીસીની ક્રિકેટ સમિતિના વડા અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું કે, ‘અમ્પાયર કોલ અને તેના ઉપયોગ અંગે ક્રિકેટ સમિતિમાં ભારે ચર્ચા થઈ હતી. તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.’

ફિલ્ડ અમ્પાયરની ભુમિકા મહત્વપૂર્ણ રહશે.

અનિલ કુંબલેએ કહ્યું,  'ડીઆરએસ (DRS) નો સિદ્ધાંત એ છે કે મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલો દૂર થઈ શકે છે, જ્યારે મેદાનમાં નિર્ણય લેનારાઓ અમ્પાયરોની ભૂમિકા યથાવત્ રહે તે માટે અમ્પાયર કોલ જરૂરી છે.

આઈસીસી બોર્ડની બેઠકમાં, નિર્ણય લેવામાં આવ્યો છે કે વિવાદિત “અમ્પાયર કોલ' ડીઆરએસનો એક ભાગ રહેશે પરંતુ ભૂલો સુધારી શકાય તે માટે હાલના નિયમોમાં 3 નાના ફેરફાર કર્યા છે. 

 પ્રથમ ફેરફાર: આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, "એલબીડબ્લ્યુ (LBW) ની રીવ્યુ માટે વિકેટ ઝોનની ઉંચાઈ સ્ટમ્પની ટોચ સુધી વધારી દેવામાં આવી છે." આનો અર્થ એ છે કે હવે રીવ્યુ લેતી વખતે બેલની ઉપરની ઉંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે, જ્યારે પહેલા બેલની નીચલા ભાગની ઉંચાઈને ધ્યાનમાં લેવામાં આવતી હતી. હવે ફેરફારના કારણે ર્વિકેટ ઝોનની ઉંચાઈ વધશે.

બીજો ફેરફાર: એલબીડબ્લ્યુ (LBW) પર ડીઆરએસ (DRS) નિર્ણય લેતા પહેલા, ખેલાડી અમ્પાયરને પૂછી શકશે કે બોલ રમવાનો વાસ્તવિક પ્રયાસ થયો હતો કે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજો અમ્પાયર શોર્ટ રનની ઘટનામાં રિપ્લેમાં તેની ચકાસણી કરી શકશે અને જો તેમાં કોઈ ભૂલ થઈ હોય તો આગળનો બોલ ફેંકતા પહેલા તેને સુધારી દેવામાં આવશે.

ત્રીજો ફેરફાર: આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવા માટે 2020 માં લાગુ થયેલા વચગાળાના કોવિડ -19 નિયમો ચાલુ રાખવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આઇસીસીએ કહ્યું, "સમિતિએ છેલ્લા 9 મહિનામાં ઘરેલુ અમ્પાયરોના પ્રભાવશાળી પ્રદર્શનની નોંધ લીધી છે, પરંતુ સંજોગોને લીધે તટસ્થ અલીટ પેનલે અમ્પાયરોની નિમણૂકને પ્રોત્સાહન આપ્યું છે."

અમ્પાયર્સ કોલ (Umpire’s Call) શું છે?

આઇસીસી (ICC) ના હાલના નિયમો અનુસાર, LBW ની અપીલ દરમિયાન, જો અમ્પાયરના નોટઆઉટના નિર્ણયને પડકારવામાં આવે તો તેને બદલવા માટે તેણે ઓછામાં ઓછા એક સ્ટમ્પને 5૦ ટકાથી વધુ બોલ સ્પર્શવો જોઈએ. આવું ન થાય તો તેવી સ્થિતિમાં બેટ્સમેન નોટઆઉટ રહે છે.

કોહલીએ પણ અમ્પાયર્સ કોલ પર સવાલો ઉઠાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અમ્પાયર્સ કોલને ગુંચવણભર્યો ગણાવ્યો હતો અને થોડા સમયથી આ વિવાદનો વિષય બન્યો હતો. કોહલીએ કહ્યું કે, જો બોલનો એક નાનો ભાગ પણ સ્ટમ્પ્સને ફટકારે છે, તો બેટ્સમેનને આઉટ કરી દેવો જોઇએ.