દેશના ઘણા રાજ્યોમાં અત્યારે રેશનકાર્ડ માં સુધારા, નામ ઉમેરવા, નામ કમી કરાવવું જેવી પ્રક્રિયાઓ ચાલુ છે. ઘણા રાજ્યોમાં સરકારે રેશનકાર્ડમાં છેતરપિંડી ના કેસોમાં પોલીસ ઇન્કવાયરી ચાલુ કરી દીધી છે. જો કોઈ વ્યક્તિ રેશનકાર્ડમાં ખોટું નામ દાખલ કરશે અથવા તો મૃત્યુ નીપજેલ વ્યક્તિના નામથી રાશન લેશે તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રિકવરી વિભાગ તરફથી છેતરપિંડી કરતા રેશનકાર્ડ ધારકો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે કે જો તમે તમારા ખોટા ડોક્યુમેન્ટ આપી રેશનકાર્ડ બનાવો છો અથવા ખોટા નામ પર રાશન લેશો તો તમને દંડ ફટકારવામાં આવશે સાથે ધરપકડ પણ કરવામાં આવશે.
રેશન કાર્ડ મેળવવા માટે થોડાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ કોઈક લોકો ગરીબી રેખાથી નીચે અથવા અંત્યોદય યોજના અંતર્ગત રેશન કાર્ડ બનાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ જમા કરે છે. સરકાર મુજબ ફૂડ સિક્યોરિટી એક્ટ માં ખોટા દસ્તાવેજ ઉપર રેશનકાર્ડ બનાવવું એ કાનૂની ગુનો છે. જો તમે નકલી રેશનકાર્ડ માં પકડાઈ જશો તો તમને પાંચ વર્ષની જેલ અને દંડ ફટકારવામાં આવશે. જો તમે કાર્ડ બનાવવા વાળાને લાંચ આપો અથવા તો ખાદ્ય વિભાગનાંં અધિકારી લાંચ લેતાં પકડાય તો આવા કિસ્સામાં પણ સજા અને દંડ જોગવાઈ કરવામાં આવી છે.
રેશનકાર્ડ એ ભારત સરકાર નુ માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ છે. જેની મદદથી ગ્રાહકો બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે અનાજ ખરીદી શકે છે. હાલમાં ત્રણ પ્રકારના રેશનકાર્ડ ભારતમાં લાગુ છે. એક ગરીબી રેખાથી ઉપર આવતા લોકો માટે એપીએલ (APL) અને બીજુ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે બીપીએલ (BPL) અને ત્રીજુ સૌથી ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો માટે અંત્યોદય રેશનકાર્ડ.
વન નેશન વન રેશનકાર્ડ સુવિધા શરૂ.
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં વન નેશન વન રેશનકાર્ડ સુવિધા શરૂ કરી દીધી છે. આ સુવિધાથી હવે વ્યક્તિ બીજા રાજ્યમાં પણ રાશન મેળવી શકશે. હવે જે તે વ્યક્તિને તેના જ રાજ્યમાંથી રાશન મળશે એવું જરૂરી નથી. જેનો ફાયદો સીધો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને થવાનો છે.