દશેરાના દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યાં: સરકારે ઓઇલ કંપનીઓ આજે ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે દશેરાના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લિટર વધારો કરાયો છે તો ડીઝલની કિંમતમાં પણ 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર: દિવાળીને લઈને કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને ખુશખબર આપી છે. આગામી 4 નવેમ્બરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલાં જ પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે જેથી સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઊજવી શકે. તો આગામી 25 અને 26 ઓક્ટોબરના રોજ કર્મચારીઓને પગાર ચૂકવી દેવામાં આવશે.
ધોરણ 1થી 5ની શાળા ખુલશે: રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 1થી 5માં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. પરંતુ બુધવારે મળેલી બેઠકમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીએ જણાવ્યું કે ધોરણ 1 થી 5 ના વર્ગો દિવાળી પછી શરૂ કરવામાં આવશે.
કામચોર તલાટીઓને શીખવશે પાઠ: રાજ્યમાં ફરજ બજાવતા તલાટી, તલાટી કમ મંત્રીઓની ગેરહાજરીની ફરિયાદ મળતી રહે છે. કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે. જેમાં રાજ્યની તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવશે. અને આ બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઈન હાજરી પુરવામાં આવશે.
રેશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ:
- નિર્ણય દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકારની ભેટ
- ૭૧ લાખ રાશન કાર્ડધારકોને 1 લીટર કપાસીયા તેલ આપવામાં આવશે.
- આ 1 લિટર તેલની કિંમત 93 રૂપિયા રાખવામાં આવશે
- રાજ્યના અંત્યોદય, બીપીએલ અને એનએફએસએ રેશનકાર્ડ ધારકોને મળશે લાભ
ખાદ્યતેલના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો:
- તેલના ડબ્બામાં 50 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો
- કપાસિયા તેલનો ડબ્બો 2355 રૂપિયાની આસપાસ
- સીંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની આસપાસ
- પામતેલનો ડબ્બો ઘટીને 1975 રૂપિયાની આસપાસ
આ તમામ સેવા માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત: પાલિકામાંથી જન્મ-મરણ કે રહેવાસીનું પ્રમાણપત્ર, આધારકાર્ડ કે તેમાં સુધારા, મિલકત નામ ફેર, રસ્તાની સફાઈ, ભૂગર્ભ ગટર, કચરો ઉપાડવો, જંતુનાશક દવાનો છટકાવ, આરોગ્ય શાખાને લગતી કોઈપણ સેવા, લગ્નની નોંધણી, બાંધકામને લગતી કામગીરી કે રજા ચિઠ્ઠી, ફૂડનું લાયસન્સ, આવાસ યોજનાનો લાભ મેળવવા, શોપ એક્ટનું લાયસન્સ નવું મેળવવું કે રીન્યુ કરવું વગેરે સેવા માટે કોરોનાની રસી લીધી હોવાનું પ્રમાણપત્ર રજુ કરવું પડશે.
આખી માહિતી જાણવા ઉપરનો વિડીયો જુઓ.