ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાની તારીખને લઈને મહત્વના સમાચાર

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાની તારીખને લઈને મહત્વના સમાચાર

કોરોના મહામારી વચ્ચે લાંબા સમય થી બંધ પડેલી શાળાઓ ક્યારે ખુલશે તેનો હજી કોઈ ચોક્કસ અહેવાલ નથી આવ્યો. હાલ થોડા સમય થી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. એવી ચર્ચાઓ હતી કે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.


પરંતુ હાલ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને આગળના શૈક્ષણિક વર્ગમાં પ્રવેશવા માટે પરીક્ષાઓ આપવી પડશે.તેમણે વધુમાં જણાવ્યું કે ધોરણ ૧ થી ૮ અને ૯ તેમજ  ધોરણ ૧૧ માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. શાળાઓએ જે ઓનલાઈન અભ્યાક્રમ કરાવ્યો છે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે.


તેમણે આ વિશે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે , કોરોના મહામારી ના કારણે જો આખો અભ્યાસક્રમ ભણાવી ન શકાયો હોય તો જેટલો અભ્યાસક્રમ ભણાવ્યો હોય તેના આધારે પરીક્ષા લેવામાં આવશે.


 હવે થોડા દિવસોમાં જ ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજીસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારબાદ ઉત્તરાયણ પછી ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના ફોર્મ ભરવાના શરૂ થશે. પરીક્ષાની તારીખ સરકારની મંજૂરી થી જાહેર કરી દેવાશે. હાલ માહિતી મળી રહી છે કે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 10મી મે અથવા 17 મી મે એ યોજાઈ શકે છે.