ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ આડ અસર! અમીરોએ એક જ ઝાટકે 23,39,97,82,00,000 રૂપિયા ગુમાવ્યા, સૌથી વધુ નુકસાન કોને?

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ આડ અસર! અમીરોએ એક જ ઝાટકે 23,39,97,82,00,000 રૂપિયા ગુમાવ્યા, સૌથી વધુ નુકસાન કોને?

Business News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સોમવારે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે વિશ્વના ટોચના 10 અમીરોની નેટવર્થમાં લગભગ 28 અબજ ડોલર એટલે કે રૂ. 23,39,97,82,00,000નો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે વિશ્વના ટોચના 15 સૌથી ધનિક લોકોમાંથી માત્ર બેની જ સંપત્તિમાં વધારો થયો છે.

આ યાદીમાં પ્રથમ નંબરે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ $2.91 બિલિયન વધીને $218 બિલિયન પર પહોંચી ગઈ છે. વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ સ્પેનના અમાનસિઓ ઓર્ટેગાની કુલ સંપત્તિમાં $1.08 બિલિયનનો ઉછાળો આવ્યો છે. સૌથી વધુ નુકસાન એલોન મસ્કને થયું હતું. સોમવારે તેમની કુલ સંપત્તિમાં $6.84 બિલિયનનો ઘટાડો થયો હતો.

અમીરોની યાદીમાં બીજા સ્થાને રહેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થમાં $3.11 બિલિયનનો ઘટાડો થયો છે અને હવે તે $205 બિલિયન છે. મસ્ક 178 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગની નેટવર્થ $4.08 બિલિયન ઘટીને $178 બિલિયન થઈ ગઈ છે. સોમવારે બિલ ગેટ્સની નેટવર્થમાં $1.65 બિલિયનનો ઘટાડો થયો હતો. તે 150 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે. સ્ટીવ બાલ્મરની નેટવર્થમાં $2.69 બિલિયન, લેરી પેજની $2.43 બિલિયન, વોરેન બફેની $132 બિલિયન અને સેર્ગેઈ બ્રિનની નેટવર્થમાં $2.30 બિલિયનનો ઘટાડો થયો છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવારે 806 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. તે 112 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ $15.6 બિલિયન વધી છે. સોમવારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં $2.36 બિલિયનનો ઘટાડો થયો હતો. તેઓ 99.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 14મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થ $15.2 બિલિયન વધી છે.