PM કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર, બદલાયા નવા રજિસ્ટ્રેશન માટેના નિયમો

PM કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર, બદલાયા નવા રજિસ્ટ્રેશન માટેના નિયમો

સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. પીએમ કિસાનની નોંધણીમાં છેતરપિંડી રોકવા માટે હવે રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. રેશનકાર્ડ નંબર આવ્યા બાદ જ પતિ કે પત્ની અથવા તે પરિવારના કોઈપણ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે. યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ સિવાય દસ્તાવેજની સોફ્ટ કોપી બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવો છો, તો અરજદારે રેશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે. આ સિવાય પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે. હવે ખતૌની, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી ફરજિયાત સબમિશનને દૂર કરવામાં આવી છે. હવે દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. તેનાથી પીએમ કિસાન યોજનામાં છેતરપિંડી ઓછી થશે. તેમજ રજીસ્ટ્રેશન પહેલા કરતા વધુ સરળ બનશે.

સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે
સરકારે PM કિસાન (PM કિસાન સન્માન નિધિ યોજના) યોજના હેઠળ 11 હપ્તા બહાર પાડ્યા છે. PM કિસાન યોજના હેઠળ, દેશભરના કરોડો ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા મળે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂત છો પરંતુ આ યોજનાનો લાભ લઈ શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે PM કિસાન સન્માન નિધિમાં તમારું નામ પણ નોંધાવી શકો છો, જેથી તમે સરકારની યોજનાનો લાભ લઈ શકો.