આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યા છો, તો કાર્ડમાં તમારા પિતા અથવા પતિ સાથેના સંબંધની ઓળખ જાહેર નહિ કરવામાં આવે. એટલે કે, હવે આધાર કાર્ડમાં પતિ કે પિતાનું નામ ફરજિયાત નથી. હવે આધાર કાર્ડ તમારી વિશિષ્ટ ઓળખનું એક મધ્યમ છે.
આ નવા ફેરફાર બાદ આધાર કાર્ડથી વ્યક્તિના સંબંધને ઓળખી શકાશે નહીં. આધારનો ઉપયોગ હવે માત્ર ફોટો આઈડી તરીકે થશે. રિપોર્ટ્સ અનુસાર, આધાર કાર્ડમાં પિતા કે પતિને બદલે કેર ઓફ લખાશે.
વર્ષ 2018 માં આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. તે નિર્ણયમાં લોકોની પ્રાઇવસીની વાત કરવામાં આવી હતી. જો કે જ્યારે આ ફેરફાર કરવામાં આવ્યો, ત્યારથી તેની માહિતી UIDAI દ્વારા આપવામાં આવી ન હતી.
આધાર મંત્રાલય હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) ના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ માહિતી આપી હતી કે હવે આધાર કાર્ડમાં પિતા, પુત્ર, પુત્રી (પત્ની, પુત્ર, પુત્રી) ની જગ્યાએ ‘કેર ઓફ’ લખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, નવા નિયમ અંતર્ગત જો કોઈ ઈચ્છે તો કેર ઓફમાં કોઈનું નામ લઈ શકે નહીં. માત્ર નામ અને સરનામું આપીને પણ આધાર કાર્ડ બનાવી શકાય છે. આધારને કારણે હવે સંબંધો નક્કી કરી શકાશે નહી.
સમગ્ર મામલો ચર્ચામાં કેમ: એક રિપોર્ટમાં દિલ્હી પોલીસના નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર રણધીર સિંહની પત્નીના આધાર કાર્ડનું ઉદાહરણ સામે આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, જ્યારે રણધીર સિંહને તેની પત્નીના આધારે સરનામું બદલાવ્યું ત્યારે આધાર કાર્ડમાં તેનું નામ Wife Of ને બદલે Care Of આવ્યું. પહેલા તેને વિચાર્યું કે આ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે પરંતુ પછીથી તેમને નિયમોમાં ફેરફાર વિશે ખબર પડી.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.