khissu

ગાંધીનગરના કલોલમાં સવારના પહોરમાં મચ્યો હલબલાટ | દૂર સુધી ગુંજી ભયંકર અવાજ

આજે સવારના પહોરમાં ગુજરાતના કલોલમાં હલબલાટ મચી ગયો. કલોલની ગાર્ડન સોસાયટીમાં એટલો મોટો ધડાકો થયો કે આસપાસની 10 કિલોમીટર સુધીનો વિસ્તાર હલબલી ઉઠ્યો. 

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી ગાર્ડન સોસાયટીમાં ગેસની પાઇપલાઇન માં આગ લાગતાં 2 ઘર સાવ ધરાશઈ થઈ ગયા અને 2 લોકોના મોત તેમજ 4 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ આગ ભભૂકી રહી છે. આ વિસ્ફોટ ના પડઘા છેક દૂર સુધી પહોંચ્યા હતા ગૃહમંત્રી અમિતશાહે ફોન કરી આ અંગે રિપોર્ટ અને માહિતીની માંગણી કરી.

ગૃહમંત્રી અમિતશાહે જિલ્લા વહીવટી તંત્ર સાથે વાત ચીત કરી હતી અને ઘાયલોને સારવાર મળે અને જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાથના કરી છે અને દુર્ઘટના માં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો.