પશ્વિમ બંગાળમાં બીજેપી સરકાર મમતા દીદી ની સરકારને પછાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

પશ્વિમ બંગાળમાં બીજેપી સરકાર મમતા દીદી ની સરકારને પછાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં 4 મહિના પછી ચુંટણી યોજાવાની છે જેની બીજેપી ના નેતા અમિત શાહ અને સામે પશ્વિમ બંગાળની સત્તા પર રહેલ મમતા બેનર્જી પણ તનતોડ તૈયારી કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી ના નેતા અમિતશાહે કુલ 294 સીટો માંથી 200 કરતા વધારે સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે જેના માટે અમિતશાહ તેમજ પાર્ટી ના અધ્યક્ષ જે.પી. નડ્ડા તનતોડ મહેનત કરી રહ્યા છે. બીજેપી એ રણનીતિ બનાવતા રાજ્યને 5 જોનમાં વહેચી દરેક જોનમા એક સંગઠન મહામંત્રી ને પયૅવેક્ષક બનાવીને મોકલ્યાં. આ ઉપરાંત કેન્દ્રીયમંત્રીઓની ફૌજ પણ ઉતારી છે.

બીજેપી 10 વર્ષથી બંગાળની સત્તા પર રહેલ મમતા દીદી ને પછાડવા જોરશોરથી તૈયારી કરી રહી છે. હજી સુધી બીજેપી તરફથી મુખ્યમંત્રી કોણ રહેશે તે સ્પસ્ટ નથી થઈ શક્યું.

હાલ બીજેપી નેતા અમિતશાહ પશ્વિમ બંગાળ ની મુલાકાત પર છે જેમાં મુલાકાતની શરૂઆત અમીતશાહે રામકૃષ્ણ આશ્રમ થી કરી. અમિતશાહ સોફ્ટ હિન્દુત્વ ના રસ્તે ચાલીને બંગાળમાં હિન્દુમતો ના ધ્રુવીકરણ ની કોશિશ કરી રહ્યા છે.આ કામ માં આરએસએસ નો પણ સાથ મળી રહ્યો છે કેમકે રાજ્યમાં 70 % હિન્દુ મતદાતા છે જ્યારે 27% જ મુસલમાન છે જેને તૃણમૂલ ના કેડર વોટર માનવામાં આવે છે.