રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. રાજ્યના પંચાયત વિભાગે આ અંગેના જરૂરી આદેશો બહાર પાડયા છે. ગુજરાતમાં આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે.
આવકના દાખલા જ્યારે કાઢવામાં આવ્યા હોય ત્યારે એક વર્ષ સુધી જ તે માન્ય રહેશે તેવી સૂચના ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવી હતી જ્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ પ્રકારના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે તેવી જાહેરાત કરાતા અરજદારો અને અમલવારી અધિકારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે માન્ય રાખવામાં આવે છે. રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને દર વર્ષ માટે આવકનું પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડતા હોય છે રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે એટલે કે વારંવાર ધક્કાઓ ખાઈને મુશ્કેલીઓ વેઠવી નહિ પડે તથા એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ. આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.