ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક ની માન્યતા વધારી, હવે મામા નહીં કરે હેરાન !

ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક ની માન્યતા વધારી, હવે મામા નહીં કરે હેરાન !

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ થી જો ડ્રાઇવિંગ લાઇસન્સ અને આર સી બુક રીન્યુ કરેલ નહીં હોય તો રૂ.૫૦૦૦ સુધીનો દંડ ભરવા પાત્ર રહેશે. પરંતુ હાલ ફરીથી કેન્દ્ર સરકારે નિર્ણય બદલ્યો છે અને  ડ્રાઇવિંગ લાઇસન્સ તથા વ્હીકલને લગતા તમામ ડોક્યુમેન્ટ રિન્યુ કરવાની તારીખ લંબાવવા માં આવી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખીને વ્હીકલ ને લગતા તમામ ડોક્યુમેન્ટ ની માન્યતા વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી દેવામાં આવી છે.

જે લોકોના વહીકલ ના દસ્તાવેજો જેવા કે આરસી બુક,ગાડીની પરમીટ, ફીટનેસ સર્ટિફિકેટ વગેરે ની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તો પણ તે બધાંજ દસ્તાવેજો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી માન્ય ગણાશે.

મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય થી લોકોને હવે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લાગુ પડશે.