khissu

ભારત બંધ એલાન : પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ખેડૂતો કરશે આંદોલન

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના વધી રહેલા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરશે. આ માટે ખેડૂત સંગઠને ભારત બંધનું એલાન પણ કર્યું છે.

હાલ દેશમાં વધી રહેલાં પેટ્રોલ-ડિઝલ ને રાંધણ ગેસના ભાવોને લઈને લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂત સંગઠને આ બાબતે વિરોધ પ્રદર્શન યોજવા જણાવ્યું. જોકે એક પત્રકાર પરિષદમાં ખેડૂત સંગઠને જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના વધતાં જતા ભાવને લઈને ૧૫ માર્ચે દેખાવો શરૂ કરાશે.

આ ઉપરાંત ૧૭ માર્ચે ખેડૂત સંગઠનોની સાથે દેશના મજૂર સંગઠન અને ટ્રાન્સપોર્ટ સંગઠનોની બેઠક બોલાવવામાં આવી છે જે બેઠકમાં ૨૬ માર્ચે ભારત બંધ કરવા અંગે ચર્ચા થશે. ખેડૂત સંગઠન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૧૯ માર્ચે 'મંડી બચાવો, ખેતર બચાવો'  અને ત્યારબાદ ૨૩ માર્ચે ભગતસિંહની યાદમાં યુવા દિવસ મનાવવામાં આવશે.

આ પહેલાં ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોએ યોજેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા ફરી ન બને તે માટે દિલ્હી પોલીસે દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદે સુરક્ષા વધારી દીધી છે.

ખેડૂત નેતા ઇસ્ટરે ઉગ્ર બનતાં જણાવ્યું કે ધારાસભ્યોને અમે ગામની અંદર પ્રવેશ કરવા નહીં દઈએ અમે તેઓની સાથે કઠોર વ્યવહાર કરીશું કેમકે તેઓએ ખેડૂતોનો સાથ આપ્યો નથી અને જો સરકાર આંદોલન દબાવવાના પ્રયત્નો કરશે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયન ના નેતા રાકેશ ટીકેત ૧૩ માર્ચે કોલકાતા જશે અને ત્યાંના ખેડૂતોને વિનંતી કરશે કે તેઓ ભાજપને મત ન આપે જોકે તેઓ એક પણ પક્ષને સમર્થન નથી આપી રહ્યા.