ગાંધી જયંતિ નિમિત્તે દેશમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં મોટો ફરક પડ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યું છે કે કે દેશમાં કોવિડ -19 રસીના 90 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
વર્ષની શરૂઆતમાં, 16 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ (HCWs) ને રસી આપીને રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી ફ્રન્ટલાઈન વર્કર્સ (FLWs) નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું.
આ માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી.
https://twitter.com/mansukhmandviya/status/1444212503165104129?s=19
કોવિડ -19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી શરૂ થયો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર રોગ ધરાવતા લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ થયું. ત્યારબાદ સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપીને રસીકરણ અભિયાનને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું.
કઈ તારીખે કેટલા કેસ આવ્યા: દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગ્સ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થઈ ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા 1 કરોડને પાર થઈ ગયા હતા.