એડિલેડ ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ ના માત્ર ત્રીજા જ દિવસે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારતીય ટીમને આઠ વિકેટથી પરાજય આપીને ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0 જે સરસાઈ મેળવી લીધી છે. પહેલા બે દિવસે ભારતીય સારૂ પ્રદર્શન કરતાં પહેલી ઇનિંગ્સમાં 50 રનથી પણ વધારે લીડ મેળવી હતી.
પરંતુ ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં નાટકીય રીતે ટીમ માત્ર 36 રન જ બનાવી શકી હતી. જે ટેસ્ટ મેચના ઇતિહાસમાં ભારતનો સૌથી ઓછો સ્કોર છે. ભારતની બીજી ઇનિંગ્સમાં એક પણ બેસ્ટ મેન પોતાનો સ્કોર બે અંક માં લઇ જઇ શકયો ન હતો.
જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે ચોથી ઇનિંગ્સમાં માત્ર બે વિકેટના નુકસાન પર જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેઇનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પૃથ્વી શો બંને ઇનિંગ્સમાં ફેલ
યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો બંને ઇનિંગ્સમાં ઈન સ્વિંગ બોલ ઉપર એક સરખી રીતે જ બોલ્ડ આઉટ થયો હતો. તેના ખરાબ ફોર્મના કારણે, બીજી ટેસ્ટમાં શુભમન ગિલને મોકો મળી શકે છે.
મેચ પછી વિરાટ કોહલીએ આવું કહ્યું
મેચ હાર્યા પછી ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાર માટે ટીમની બેટિંગ અને જવાબદાર ગણાવી છે. વિરાટ કોહલીએ વધુમાં ઉમેર્યું કે, 'અમે બે દિવસ સારુ ક્રિકેટ રમીને સારી સ્થિતિમાં હતા, પરંતુ માત્ર કલાકમાં જ અમે તે ખોઈ બેઠા.' બીજી ઇનિંગમાં બેટિંગમાં કંઈ ખાસ ધાર ન હતી.
હવે પછી, બંને ટીમ 26 ડિસેમ્બરના રોજ બીજી ટેસ્ટ મેચમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટકરાશે. આશા રાખીએ કે ભારત તે મેચ જીતી અને સીરીઝને 1-1 બરાબર કરી દેશે.