પોસ્ટલ વિભાગમાં 40 હજાર જગ્યાઓ ખાલી, 10મું પાસ ઉમેદવારોને મળશે પરીક્ષા વિના નોકરી

પોસ્ટલ વિભાગમાં 40 હજાર જગ્યાઓ ખાલી, 10મું પાસ ઉમેદવારોને મળશે પરીક્ષા વિના નોકરી

ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) ની 40 હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જે ઉમેદવારો પોસ્ટ વિભાગમાં ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in પર બહાર પાડવામાં આવેલ સૂચના જોઈ શકે છે અને ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

આ મહત્વપૂર્ણ તારીખો છે
10મું પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ એક મોટી તક છે. જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, પોસ્ટ વિભાગમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ની જગ્યાઓ પર કુલ 40,889 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજીઓ 27 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને અરજીઓ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે. ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 16 ફેબ્રુઆરી છે જ્યારે અરજીમાં સુધારા માટેની લિંક 17 થી 19 ફેબ્રુઆરી વચ્ચે લાઇવ રહેશે.

આ છે નિર્ધારિત લાયકાતો 
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારને ગણિત અને અંગ્રેજી વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. આ સિવાય ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ પણ મળશે. બિનઅનામત વર્ગ માટે અરજી ફી રૂ 100 છે જ્યારે અનામત શ્રેણી અને મહિલા ઉમેદવારો માટે અરજી મફત છે.