બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ડે-નાઇટ રાખવામાં આવેલી હતી. પિંક બોલથી રમાય રહેલ મેચનાં પહેલા દિવસે ભારતીય ટીમે ઠીકઠાક શરૃઆત કરતા દિવસનાં અંત સુધીમાં 6 વિકેટનાં નુકસાન પર 233 રન બનાવ્યા હતા. ચાર મેચોની સિરીઝની આ મહત્વની મેચ છે, આ મેચ, જીતેલી ટીમને એક મનોવેજ્ઞાનિક બઢત અપાવી દેશે.
ઓવેલનાં ગ્રાઉન્ડ ઉપર વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ટીમ 3 ફાસ્ટ બોલર અને 1 સ્પિનર સાથે મેદાનનાં ઉતરી હતી. જ્યારે ઓપનર બેટ્સમેન તરીકે પૃથ્વી શોને અને વિકેટકીપર તરીકે સાહાને પ્રાધાન્ય અપાયું હતું. એકમાત્ર સ્પિનર તરીકે અશ્વિનને ટીમમાં સામેલ કરાયો હતો.
ભારતની ઇનિંગ્સ નાં માત્ર બીજા જ બોલે મિચેલ સ્ટાર્કે પૃથ્વી શોને 0 રનમાં બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર પછી મયંક અગ્રવાલ પણ 17 રનનાં સ્કોર પર કમિન્સની બોલિંગ માં આઉટ થઈ ગયો હતો.
ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા પૂજારાએ તેની બેટિંગ સ્ટાઇલ અનુરૂપ 43 રન બનાવીને લીઓન નો શિકાર બન્યો હતો. પોતાની લયમાં ચાલી રહેલો વિરાટ કોહલી રહાણેની ભૂલના કારણે 74 રને રન આઉટ થતા સદી ચૂકી ગયો હતો. દિવસનાં અંતે અશ્વિન 15 રને અને સાહા 9 રને અણનમ હતા.
બીજા દિવસે ભારતનું લક્ષ્યાંક 300 રન કરવાનુ હશે. તથા સારી બોલિંગ કરી મેચમાં પોતાનું પલડું ભારી રાખવાનો પ્રયાસ કરશે.