રેલવે ટિકિટ બુકિંગનો બદલાયો નિયમ, મુસાફરો ખાસ જાણો આ મહત્વના સમાચાર

રેલવે ટિકિટ બુકિંગનો બદલાયો નિયમ, મુસાફરો ખાસ જાણો આ મહત્વના સમાચાર

જો તમે સામાન્ય રીતે ટ્રેનમાં મુસાફરી કરો છો અને આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરો છો, તો આ સમાચાર તમારા કામના છે. IRCTC એ એપ અને વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવો નિયમ કંઇક એવો છે કે, તમારે ટિકિટ બુકિંગ માટે તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવું પડશે.

વેરિફિકેશન વગર ટિકિટ બુક કરવામાં આવશે નહીં
ભારતીય રેલ્વેની સબસિડિયરી IRCTCના નિયમો અનુસાર હવે યુઝર્સે ટિકિટ બુક કરાવતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈ કરવું જરૂરી છે. ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વિના તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો નહીં.

તેથી જ અમલમાં આવ્યો આ નિયમ
વાસ્તવમાં, IRCTC એકાઉન્ટના ઘણા એવા યુઝર્સ છે જેમણે કોરોના મહામારી શરૂ થયા બાદ ઓનલાઈન ટિકિટ બુક કરાવી નથી. આ નિયમ આવા લોકો માટે જ લાગુ છે. જો તમને પણ લાંબા સમયથી ટિકિટ નથી મળી, તો પહેલા વેરિફિકેશન કરવું જરૂરી છે. આવો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા.

આ રીતે મોબાઈલ અને ઈ-મેલ વેરિફિકેશન કરાવો
- IRCTC એપ અથવા વેબસાઇટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરો.
- અહીં તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી એન્ટર કરો.
- બંને માહિતી દાખલ કર્યા પછી, વેરીફાઈ બટન પર ક્લિક કરો.
- વેરીફાઈ પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ પર OTP આવશે, તેને એન્ટર કરો અને મોબાઈલ નંબર વેરીફાઈ કરો.
- એ જ રીતે, ઈ-મેલ આઈડી પર પ્રાપ્ત કોડ દાખલ કર્યા પછી, તમારું મેઈલ આઈડી વેરિફાઈ થઈ જશે.
- હવે તમે તમારા ખાતામાંથી કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો.

હવે બુક કરી શકો છો 24 ટિકિટ
રેલવે મુસાફરો માટે અન્ય મોટા સમાચાર એ છે કે એક IRCTC યુઝર આઈડી પર એક મહિનામાં મહત્તમ ટિકિટ બુક કરવાની મર્યાદા 12 થી વધારીને 24 કરવામાં આવી છે. હા, હવે તમે આધાર લિંક્ડ યુઝર આઈડી વડે મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. અગાઉ આ સંખ્યા 12 હતી. એ જ રીતે, આધાર સાથે લિંક ન હોય તેવા ખાતામાંથી 6ને બદલે 12 ટિકિટ બુક કરાવી શકાય છે.