ખૂશખબર...ભારતીય રેલ્વે ટૂંક સમયમાં જ શરૂ કરશે ડોર ટુ ડોર ડિલિવરી સેવા

ખૂશખબર...ભારતીય રેલ્વે ટૂંક સમયમાં જ શરૂ કરશે ડોર ટુ ડોર ડિલિવરી સેવા

ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને સરળ અને આરામદાયક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રેલવે દ્વારા સેવાને વધુ સારી બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં રેલ્વે વધુ એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે, જેની તૈયારી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ રેલ્વે સેવા પછી, રેલ્વે તમારા ઘર સુધી બનારસ સાડીથી બિહારના મખાને હોમ ડિલિવરી કરશે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં પોતાની પકડ વધારવા માટે રેલવે આ સેક્ટરમાં વૃદ્ધિ કરી રહ્યું છે.

નવી રેલ્વે સેવા
ભારતીય રેલ્વે ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરી શકે છે. રેલ્વે ટૂંક સમયમાં ડોર ટુ ડોર સેવા શરૂ કરવા જઈ રહી છે. રેલવે વ્યક્તિગત અથવા બલ્ક ગ્રાહકો માટે ડોર-ટુ-ડોર ડિલિવરી શરૂ કરવા જઈ રહી છે. એટલે કે હવે ઈ-કોમર્સ અને કુરિયર કંપનીની જેમ રેલ્વે પણ તમારો સામાન તમારા ઘરે પહોંચાડશે. આ માટે તમારે તમારા મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવી પડશે. એપ આધારિત સેવાની તૈયારીઓ ચાલી રહી છે. આ એપની મદદથી તમે તમારા સામાનને ટ્રેક કરી શકશો. જોકે, રેલવે દ્વારા આ સેવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી.

એપ્લિકેશન આધારિત સેવા
જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં ઈ-કોમર્સ કંપનીઓની એપ્સ ડાઉનલોડ કરીને ઓર્ડર અને ડિલિવરીને ટ્રેક કરો છો, એ જ રીતે રેલવેની આ સેવા પણ મોબાઈલ એપ આધારિત હશે. તમને આ મોબાઈલ એપ પર ડિલિવરી ચાર્જ, ડિલિવરી આવવાનો સમય જેવી મહત્વપૂર્ણ માહિતી મળશે. પ્રોડક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ રેલવે કરશે. રેલવે ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેલવે આ ડોર ટુ ડોર સેવાને ઝડપી અને સારી બનાવવા માટે ઈન્ડિયા પોસ્ટનો પણ સંપર્ક કરી શકે છે.

આ સ્થળોએ સૌથી પહેલા સેવા શરૂ થશે
તમને જણાવી દઈએ કે આ રેલ્વે સેવા સૌથી પહેલા દિલ્હી એનસીઆર, ગુજરાતના સાણંદમાં જૂન-જુલાઈ વચ્ચે શરૂ થઈ શકે છે. આ શહેરોમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે. આ સેવાની જવાબદારી DFCCની રહેશે, જેણે આ માટે ઇન-હાઉસ ટ્રાયલ શરૂ કરી છે.