રેલવેના મુસાફરોને સારી સુવિધા આપવા ભારતીય રેલ્વેએ હવે 100 થી પણ વધુ ફૂડ પ્લાઝા ખોલવાનો નિર્ણય પસાર કર્યો છે. જેમાં ભારતીય રેલવે દ્વારા ફૂડ પ્લાઝા, ફાસ્ટ ફૂડ આઉટલેટ અને રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે. આ સુવિધાથી રેલવે સ્ટેશનોની ખાલી જગ્યાઓનો સારો એવો ઉપયોગ થઇ જશે.
અગાઉ આ કામ IRCTCને આપવામાં આવ્યું હતું, પરંતુ ઊંચી લાઇસન્સ ફી અને રેલ જમીનના દરોને કારણે, IRCTC ફૂડ કોર્ટની સ્થાપના કરવામાં સક્ષમ ન હતું. જેના કારણે રેલવેને ખૂબ હાલાકી ભોગવવી પડી. IRCTCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'નબળા સ્થાન તેમજ ઓપરેશનલ અને નાણાકીય શક્યતાના અભાવને કારણે અહીં ફૂડ કોર્ટ સ્થાપવામાં મુશ્કેલીઓ આવી હતી.
નિષ્ણાતો કહે છે કે, IRCTC નો નકારાત્મક વિકાસ જોવા મળી રહ્યો છે. ભારતીય રેલ્વેએ એક ઓર્ડર પસાર કર્યો કે રેલવે સ્ટેશનો પર 100થી વધુ ફૂડ પ્લાઝા ખોલવામાં આવશે. જેને બનાવવાનો આ અધિકાર પહેલા IRCTC પાસે હતો, પરંતુ હવે આ જવાબદારી ઝોનલ રેલવેને સોંપાઇ છે. જેમાં 17 ઝોનલ રેલ્વે છે અને તેમના દ્વારા ફૂડ પ્લાઝા, ફાસ્ટ ફૂડ આઉટલેટ અને રેસ્ટોરાંની સ્થાપના કરવામાં આવશે.
IRCTCને કેટલું નુકસાન?
FY19 સુધીમાં, કુલ આવકના 35-40 ટકા કેટરિંગ વ્યવસાયમાંથી આવે તેવું લાગે છે. પરંતુ કોવિડ 19ને કારણે, FY20 અને FY21માં આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે તે દરમિયાન કેટરિંગ બંધ હતું. પરંતુ ડિસેમ્બર મહિનામાં વસ્તુઓ સારી થયા પછી, રેડી ટુ ઈટ સેગમેન્ટ અને રેલ્વે પેન્ટ્રીની આવકમાં વધારો થતો જણાય છે. FY20, FY21 માં, કેટરિંગમાંથી આવક ઘટીને 17 ટકા, 28 ટકા થઈ. નિષ્ણાતોનું માનવું છે કે એકવાર ફૂડ પ્લાઝા બની ગયા બાદ રેલવે પેન્ટ્રી અને રેડી ટુ ઈટની આવક પર મોટી અસર પડી શકે છે.