Top Stories
મોદી સરકાર આપશે 5 લાખની લિમિટ ધરાવતું ક્રેડિટ કાર્ડ, જાણો ક્યાં ખેડૂતોને ફાયદો

મોદી સરકાર આપશે 5 લાખની લિમિટ ધરાવતું ક્રેડિટ કાર્ડ, જાણો ક્યાં ખેડૂતોને ફાયદો

નાણાકીય વર્ષમાં ઘણા એવા નિયમ લાગુ થવાના છે, જે બજેટમાં લાગુ થયા હતા. ગત પહેલી ફેબ્રુઆરીને બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોના હિતમાં પણ ઘણી મોટી જાહેરાત કરી હતી. આમાં એક જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડની છે. કિસાન ક્રેડિટ કાર્ડથી લોનની લિમિટને ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

આની સાથે પાક ઉત્પાદન અને આની સાથે સંકળાયેલ રોકડ જરૂરિયાતોને પૂર્ણ કરવા સમય અને પરવડે તેવી ક્રેડિટ આપે છે. વર્ષ-2019માં કેસીસી યોજનાને પશુપાલન, ડેરી, મત્સ્ય પાલન સાથે સંકળાયેલી મૂડીને કવર કરવા માટે વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

મહત્ત્વનું છે કે, ચાલુ કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા હેઠળ રકમ 31 ડિસેમ્બર 2024 સુધી 10 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આનાથી 7.72 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. માર્ચ 2014માં ચાલુ કેસીસીની રકમ 4.26 લાખ કરોડ રૂપિયા હતા.

બજેટમાં કાપ
ગત પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં સરકારે ખેતી ક્ષેત્ર માટે બજેટમાં કાપ કર્યો હતો. કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ મંત્રાલયનું બજેટ ફાળવણી 2.75 ટકા ઘટાડીને 1.37 લાખ કરોડ રૂપિયા કરવાનો ઠરાવ રાખ્યો છે. જો કે, આ ઘટાડાને ભરવા માટે વધારેલા ફાળવણીથી થઈ છે. જેમાં મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે ફાળવણીને 37 ટકાને વધારીને 7,544 કરોડ રૂપિયા અને ફૂડ પ્રોસેસ માટે ફાળવણીને 56 ટકા વધારીને 4,364 કરોડ રૂપિયા કરવાનો ઠરાવ છે.

નાણાકીય વર્ષ-2025-26 માટે ખેતી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો અને ફૂડ પ્રોસેસ માટે કૂલ બજેટ ફાળવણી રૂપિયા 1.45 લાખ કરોડ હોવાનો અંદાજ છે. નવી યોજનાઓ માટે ફાળવણીની વિગતવાર માહિતી પછી, તે ચાલુ વર્ષના સુધારેલા અંદાજ રૂ. ૧.૪૭ લાખ કરોડને વટાવી જવાની ધારણા છે