khissu

હવે ઓનલાઈન મળશે ટ્રેનની પ્લેટફોર્મ ટિકિટ,મોબાઈલથી થશે બુક

આજે આપણા મોટા ભાગના કાર્યો ઇન્ટરનેટ આધારિત થઇ ગયા છે. કોઇ પણ જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા લોકો હવે બહાર જવાનું ટાળે છે. ટૂંકમાં કહીએ તો હવે આપણે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છીએ. ઇન્ટરનેટના માધ્યમથી હવે ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા સરળ બની છે. જે ટિકિટ મેળવવા લોકોને લાંબી કતારમાં ઊભું રહેવું પડતું હતું તે કાર્ય હવે ઘરે બેઠા જ થઇ શકે છે.

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ તમે IRCTCની વેબસાઈટ પર કરી શકો છો. આ ઉપરાંત, ટિકિટ બુકિંગ માટે રેલવે દ્વારા ખાસ એપ UTS પણ લોન્ચ કરવામાં આવ્યું છે. IRCTCની વેબસાઈટ દ્વારા તમે ફક્ત આરક્ષિત શ્રેણીની ટિકિટો જ બુક કરી શકો છો. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને, રેલવેએ હવે અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ
રેલવે દ્વારા શરૂ કરાયેલ અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) મોબાઇલ એપ ડાઉનલોડ કરવું. UTS એપ દ્વારા તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો. આ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગની ચુકવણી ડિજિટલ રીતે કરવાની રહેશે. ડિજિટલ ચુકવણી માટે ઘણા વિકલ્પો છે જેમ કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, Google Pay, Paytm, ઇ-વોલેટ વગેરે.

આ બાબતો ધ્યાનમાં રાખો
- તમે તમારા મોબાઈલથી ઓનલાઈન જર્નલ અને પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ કરી શકો છો.

- રેલવે લાઇનથી 20 મીટરના અંતરે પણ અનરિઝર્વ્ડ ટિકિટનું બુકિંગ કરી શકાય છે.

- ટ્રેન સ્ટેશન છોડ્યા પછી તમે UTS એપનો ઉપયોગ કરીને બુકિંગ કરી શકશો નહીં.

- તમે સ્ટેશનથી 20 મીટરના અંતરે UTS એપ દ્વારા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકો છો.