khissu

આ તારીખે લોન્ચ થશે ભારતનો પહેલો રંગ બદલતો સ્માર્ટફોન

માર્કેટમાં રોજે રોજ નવા ફોન આવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જે ફોન વિશે વાત કરી રહ્યા છીએ તે કઈંક અલગ છે. આ પ્રકારનો ફોન કદાચ ભારતમાં પહેલીવાર લોન્ચ થા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ Vivoના લેટેસ્ટ Vivo V23 5G વિશે. જેની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે આ ફોન 5 જાન્યુઆરીએ લોન્ચ થશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે Vivo એ તાજેતરમાં જ યોજાએલી પ્રો કબડ્ડી લીગ મેચ દરમિયાન આ સિરીઝના સ્માર્ટફોન - V23 5G અને V23 Pro 5Gની એક ઝલક લોકોને બતાવી હતી. પછી તો શું લોકો આ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને કલર ઓપ્શનને લઈને અટકળો લગાવવા લાગ્યા. તો બીજી તરફ એી પણ વાત સામે આવી છે કે, Vivo V23 Pro 5G ભારતમાં અત્યાર સુધીનો સૌથી પાતળો 3D કર્વ્ડ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન હશે. જો કે હજુ તેના વિશે વધુ માહિતી સામે આવી નથી.

આ ઉપરાંત કંપનીએ એવો દાવો કર્યો છે કે, V23એ 'ભારતનો પ્રથમ કલર ચેન્જિંગ સ્માર્ટફોન' હશે. આ અંગે કંપનીએ માહિતી આપી કે, આ સ્માર્ટફોનમાં રંગ બદલનાર ફ્યૂરાઈટ AG ગ્લાસ હશે. જે સૂર્યપ્રકાશ અને આર્ટિફિશિયલ UV કિરણોના સંપર્કમાં આવતાની સાથે જ તેજસ્વી રંગોને પ્રદર્શિત કરશે.

નોંધનિય છે કે, Vivo V23 સ્માર્ટફોન દ્વારા એક  ટિઝર પણ બહાર પાડવામાં આવ્યું છે, તેમા આ સ્માર્ટફોનને સનશાઈન ગોલ્ડ કલરમાં બતાવવામાં આવ્યો હતો. જો કે એવી પણ અટકળો ચાલી રહી છે કે આ બંને ફોન સ્ટારડસ્ટ બ્લેક કલરમાં પણ ઉપલબ્ધ હશે.

કેટલી હોઈ શકે છે કિંમત?

જો આપણે આ બંને સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સની વાત કરીએ તો તે સનશાઈન ગોલ્ડ અને સ્ટારડસ્ટ બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ થશે તેવી સંભવના છે. એક રિપોર્ટ અનુસાર, Vivo V23 ની કિંમત 26,000 રૂપિયાથી 29,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે, જ્યારે Vivo V23 Proની કિંમત 37,000 રૂપિયાથી 40,000 રૂપિયાની વચ્ચે રહેવાની સંભાવના છે.

જો આપણે ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનોI ઓટોફોક્સ ડ્યુઅલ ફ્રન્ટ કૅમેરો અને અને બેક સાઈડ ત્રણ કેમેરા હશે. 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાયોલેટ કૅમેરો શામેલ હોઈ શકે છે. અલ્ટ્રાવાઇડ ફ્રન્ટ કેમેરા 105 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ સાથે આવશે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં 6.6-ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હશે. આ ઉપરાંત 12GB રેમ અને 256GB સ્ટોરેજ પણ મળશે. જ્યારે બેટરીના વાત કરીએ તો ફોનમાં 4300mAh બેટરી હોવાની સંભવના છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.