આજકાલ દેશમાં દિવસેને દિવસે ગરીબી અને બેરોજગારી વધતી જાય છે તે ઉપરાંત અત્યારે બધી જગ્યા એ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે પછી એ પેટ્રોલ હોય કે દૂધ. કોઈએ કીધું છે કે પૈસા તમારી આજુબાજુ જ છે, બસ જરૂર છે તો તેને ઉઠાવવાની. અત્યારે બધાને પૈસા કમાઈ અમીર બનવું છે જેથી તેમને ભિખારી બનવાનો વારો ન આવે, પરંતુ અમુક ભિખારીઓ છે જે અમીરોની ઝીંદગી જીવે છે.
મંદિર, મસ્જિદ, મોલ, સિનેમા, શાકભાજી માર્કેટ, રેલ્વે સ્ટેશનની આજુબાજુ ઘણા બધા લોકોને તમે ભીખ માંગતા જોયા હશે અને તમે પણ એમને 2-5 રૂપિયા આપ્યા પણ હશે. આજ તમને એવા પાંચ ભિખારીઓ નો પરિચય કરાવશું જેમની પાસે પોતાના ફ્લેટ, ગાડી અને બેંક બેલેન્સ પણ છે.
ભારતના ટોપ ફાઈવ ભિખારીઓની યાદીમાં પ્રથમ નામ ભરત જૈનનુ છે અને તે મુંબઈ માં રહે છે, જે ઘણા વર્ષોથી ભીખ માંગે છે. તે દિવસના 8 કલાક મુંબઈ માં આવેલા આઝાદ મેદાન અને છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન ની આજુબાજુ ભીખ માંગે છે. તે એક દિવસના 2000 થી 2500 રૂપિયા ભીખ માંગીને કમાય લે છે. ભરત જૈન પાસે પોતાના 80 લાખના બે ઘર, એક BHK ફ્લેટ અને બે દુકાન છે. તે દર મહિને 75,000 રૂપિયા ભીખ માંગીને કમાય લે છે. જે એક સોફ્ટવેર એન્જિનિયર ના પગાર જેટલો છે.
"મે બે દિવસથી કંઈ ખાધું નથી, મહેરબાની કરીને મને કઈક આપો" આ શબ્દો પપ્પુ કુમારના છે. પપ્પુ કુમાર પટના માં રહે છે. જે અપંગ છે અને ઘણા વર્ષોથી ભીખ માંગે છે. પપ્પુ કુમારના ખાતામાં 1 કરોડ કરતાં વધુ રૂપિયા જમા છે. તે ઉપરાંત પપ્પુ કુમાર પીએનબી, એસબીઆઈ, બિઓબી જેવી બેન્કોના એટીએમ કાર્ડ પણ ધરાવે છે.
ત્યાર બાદ આવે છે શંભાજી કાલે જે પોતાના પરિવાર ના સભ્યો સાથે બેસીને ભીખ માંગે છે અને તે દરરોજના 2000 રૂપિયા કમાય લે છે. શંભાજી કાલે મુંબઈ ની અંદર એક ફ્લેટ, ગાડી અને જમીન ધરાવે છે. આ ઉપરાંત લાખો રૂપિયાની બેંક બેલેન્સ પણ ધરાવે છે.
પછીના નંબર પર આવે છે હાજી એ મુંબઇમાં રહે છે અને તે દિવસના 2000 રૂપિયા આરામથી કમાઈ લે છે. એટલે કે મહિનાના 60,000 રૂપિયા કમાઈ લે છે અને તહેવારોમાં આ આવક વધી જાય છે.તેની પાસે પોતાનું ઘર છે, 15 લાખનો એક પ્લોટ છે અને તે સિવાય તેમની પાસે પોતાનું એક ઝરીનું કારખાનું પણ છે જેમાં 15 લોકો કામ કરે છે.
છેલ્લે આવે છે કાળું કાકા જે ભીખ માંગીને પૈસા કમાઈ છે. નવાઇ ની વાત તો એ છે કે તેની પાસે એટીએમ સ્વાઇપ કરવા માટેનું મશીન પણ છે. જે મહિનાના 20-30 હજાર રૂપિયા કમાઈ લે છે. કાળું કાકાની પાસે પોતાનું ઘર અને બે ફ્લેટ પણ છે.