બે દિવસ બાદ નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. 1 એપ્રિલથી ઘણી વસ્તુઓના ભાવ વધશે જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નોકરી કરતા લોકો માટે મોંઘવારી ભથ્થું પણ તે મુજબ વધે છે, તેનાથી તેમને એટલી અસર નહીં થાય, પરંતુ સામાન્ય માણસ તેનાથી ખૂબ પ્રભાવિત થશે.
ગયા મહિને ફેબ્રુઆરીમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય બજેટ 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યું છે. હવે વાત કરીએ 1 એપ્રિલથી કઈ વસ્તુ મોંઘી થઈ રહી છે અને કઈ વસ્તુ સસ્તી થઈ રહી છે. એલઇડી ટીવી, મોબાઇલ, રમકડાં, કપડાં, કેમેરા લેન્સ, હીરાનાં ઘરેણાં, ઇલેક્ટ્રિક કાર, બાયોગેસ સંબંધિત સામાન અને સાઇકલની કિંમતો 1 એપ્રિલથી ઘટશે.
સિગારેટ, દારૂ, છત્રી, રસોડાની ચીમની, સોનું, એક્સ-રે મશીન, ચાંદીની વસ્તુઓ, પ્લેટિનમ, ડાયમંડ, આર્ટિફિશિયલ જ્વેલરીના ભાવ વધશે. આ જ ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને મારુતિ કંપનીએ પણ 1 એપ્રિલથી વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય કંપનીઓના વાહનો ખરીદવા પણ મોંઘા થશે.
આ જ UPIનો ઉપયોગ પણ બે દિવસ પછી મોંઘો થઈ જશે. જો તમે બે હજારથી વધુની ચુકવણી કરો છો, તો PPI એટલે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ફી વસૂલવાની તૈયારી છે. જે 1 એપ્રિલથી જ વસૂલ કરવામાં આવશે. UPI ની સંચાલક સંસ્થા NPCI એ આની જાહેરાત કરી છે. જો કે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આનાથી સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. 1.1 ટકા PPI ફી માત્ર વેપારી વ્યવહારો પર વસૂલવામાં આવશે.