ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન બાબતે નિતીનભાઈ પટેલે આપી માહિતી / બીજી 3 મહત્ત્વની જાહેરાત

આજે ( 19 એપ્રિલના રોજ ) ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલે વિડિયો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકડાઉન બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન નહી થાય, લોકડાઉનથી કોરોનાની ચેઇન તૂટે એની કોઇ ગેરંટી નથી, પણ લાખો લોકોની રોજગારી છીનવાઈ જાય છે. સંપૂર્ણ લોકડાઉન કરવું તે હજી કોઈ રાજ્ય 100% સ્વીકારતું નથી. કોઈ નિષ્ણાતો કે વૈજ્ઞાનિકો આ અંગે 100% અભિપ્રાય આપી શકતું નથી.
સાથે છેલ્લે સાથે જણાવ્યું હતું કે હાલ ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા માં લોકો સ્વયંભુ લોકડાઉન કરી રહ્યાં છે. ભીડ ભેગી ના થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે અને લોકડાઉન બાબત બીજી કોઈ સરકાર દ્વારા જાહેરાત હશે તો સરકાર અલગથી માહિતી આપશે.

નીતિન પટેલ દ્વારા બીજી મોટી જાહેરાત:
1) સરકારે RT - PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરાયો છે. લેબોરેટરીમાં હવે 700 રૂપિયા ચૂકવવાના થશે. 
2) ઘરેથી સેમ્પલ માટે ચાર્જ 900 રૂપિયા નક્કી કરાયો. જે પહેલા 1100 હતો. 
3) મા કાર્ડની મુદતમાં 3 મહિનાનો વધારો કરાયો. જે 31 માર્ચે પૂર્ણ થવાની હતી.

ગુજરાતનાં જે નાગરિકો પાસે માં કાર્ડ છે તેમની માટે નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલે જાહેરાત કરતાં જણાવ્યું છે કે 31 માર્ચે માં કાર્ડ ની અવધિ પૂર્ણ થવાની હતી તે અવધિ સમય 3 મહિના વધારામાં આવ્યો છે. જે હવે 30-6-2021 સુધી ચાલુ રહેશે. 

આ પણ વાંચો: આજના મોટા સમાચાર : ગુજરાતમાં લાગશે ૧૦ થી ૧૫ દિવસનું લોકડાઉન

મોદી સરકાર ની મોટી જાહેરાત :

આજે મોદીજીએ સંબોધનમાં કોરોના વેક્સિનેશનને લઈને મોટી જાહેરાત કરી છે જે મુજબ 1લી મે થી 18 વર્ષથી વધારે ઉંમરનાં લોકોને રસી આપવામાં આવશે.